________________
માંથી અમૃતનો સ્રાવ થાય છે. તે સાધકને પરમ તૃપ્તિ કરે છે. સાધકના શરીર, ઇન્દ્રિય અને મન પણ અત્યંત શાંત બને છે. વાણી, વિચાર, વિકલ્પ અને તમામ આભાસ પણ છૂટી જાય છે. શ્વાસ અત્યંત મંદ થાય છે. એકાંતમાં ચૈતન્યમુદ્રામાં બેસી `શ્રી પદ્મપ્રમસ્વામિને નમઃ” આ અક્ષરોનું એકાગ્ર ચિત્તે શૂન્યચક્રમાં અવલોકન ક૨વાથી નામનિક્ષેપના માધ્યમે પદ્મપ્રભસ્વામીનું પદસ્થ ધ્યાન થાય છે. સમોસરણમાં બિરાજમાન પદ્મપ્રભસ્વામીનું શૂન્યચક્રમાં એકાગ્ર ચિત્તે અવલોકન કરવાથી તેમનું રૂપસ્થ ધ્યાન થાય છે. આના દ્વારા પદ્મપ્રભસ્વામીની કૃપા પ્રાપ્ત થાય છે, તથા સાધકમાં સૂર્ય જેવું તેજ અને શક્તિ પ્રગટે છે. શૂન્યચક્ર આ રીતે સક્રિય અને શુદ્ધ થવાથી સાધક કુંડલિનીના જાગરણ દ્વારા નિર્વિકલ્પ ઉપયોગરૂપે ત્યાં પોતાની બેઠક જમાવે છે. સાધકનો ઉપયોગ રાગાદિ વિભાવ પરિણામોથી શૂન્ય બને છે. આ અર્થમાં પ્રસ્તુત ચક્રનું શૂન્યચક્ર નામ સાર્થક બને છે. શૂન્યચક્ર સમ્યક્ પ્રકારે સક્રિય થવાથી સાધક નિર્ભય બને છે. નખ-શિખ સાત્ત્વિક બને છે. સાધકના જીવનમાં તાત્ત્વિક આધ્યાત્મિકતાનો પ્રકર્ષ પાંગરે છે. શૂન્યચક્રનું ધ્યાન નીચેના ચિત્રને લક્ષમાં રાખીને કરવું.
શૂન્યચક્ર સહસહલા
સસ્થાન ગુજ
યાાકુળઃ આકાશગામી સમાધી યુક્ત મહાતપસ્વી થાય છે.
ચક્ર શુદ્ધ થતાં મન પ્રસન્ન થાય છે, અને ચક્રમાં તે-તે પરમાત્માના દર્શન થાય છે. આ રીતે ષટ્ચક્રમાં તે તે પરમાત્માનું પદસ્થ વગેરે ધ્યાન નિયમિત કરવું.
જૈન ધ્યાન માર્ગ
૫૨