________________
સેવામાં ત્યાં બિરાજે છે-તેમ ભાવના કરવી. શ્રી પાર્શ્વનાથાય નમ:' આ મંત્રનો જાપ સ્વાધિષ્ઠાન ચક્રમાં કરવાથી પાર્શ્વનાથ પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે. પાર્શ્વનાથ પરમાત્માનો સેવક કેતુ નામનો ગ્રહ છે. પાર્શ્વનાથ પરમાભાની ઉપાસનાથી કેતુ ગ્રહ પણ સાધકને અનુકૂળ બને છે, તથા મુક્તિ સુધી પહોંચવાનું સામર્થ્ય તે સાધકમાં પ્રગટાવે છે. પાર્શ્વનાથ પરમાત્મા જલતત્ત્વના સ્વામી હોવાથી સ્વાધિષ્ઠાન ચક્રમાં તેમનો જાપ કરવાથી આંખની બળતરા, દાહની પીડા, તાવ, પિત્તની તકલીફ વગેરે દૂર થાય છે. ચંદ્રસ્વર વ્યવસ્થિત ચાલે છે. તેથી સાધકની પ્રકૃતિ શાંત અને સૌમ્ય બને છે. સુષષ્ણા નાડી સારા પ્રમાણમાં સક્રિય અને શુદ્ધ બનવાથી સાધકને ધ્યાનમાં સ્થિરતા વધે છે. પહેલાં બાહ્ય લાભ મળે, પછી આંતરિક લાભ મળતો જાય. આગળ વધતાં સાધક અવિકારી સંતપુરુષ બને છે.
(C) મણિપુરચક્રમાં કમળના કેન્દ્રમાં અગ્નિતત્ત્વના સ્વામી વીસમા મુનિસુવ્રત ભગવાન બિરાજમાન છે. તેમની શાસન અધિષ્ઠાયિકા નરદતાદેવી તેમની સેવામાં ત્યાં બિરાજે છે-તેવી ભાવના કરવી, શ્રી મુનિસુવ્રતસ્વામિને નમ:' આ મંત્રનો મણિપુરચક્રમાં જાપ કરવાથી મુનિસુવ્રતસ્વામી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. મુનિસુવ્રતસ્વામીનો સેવક શનિ નામનો ગ્રહ છે. તેથી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ઉપાસનાથી શનિ ગ્રહ પણ સાધકને અનુકૂળ બને છે, અને સાધકને જ્ઞાનગર્ભિત વૈરાગ્યયોગ સુધી પહોંચાડવામાં સહાય કરે છે. હું નમ:' દ્વારા મણિપુર ચક્રમાં અગ્નિતત્ત્વનો જાપ કરવાથી અગ્નિતત્ત્વ શુદ્ધ થાય છે. શાંત ચિત્તે શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ” આ અક્ષરોનું એકાગ્ર ચિત્તે મણિપુરચક્રમાં અવલોકન કરવાથી નામનિક્ષેપના માધ્યમે મુનિસુવ્રતસ્વામી ભગવાનનું પદસ્થ ધ્યાન થાય છે. સમોસરણમાં બિરાજમાન મુનિસુવ્રતસ્વામી ભગવાનનું મણિપુરચક્રમાં ધ્યાન કરવાથી રૂપસ્થ ધ્યાન સાધી શકાય છે. મણિપુરચક્રમાં રહેલ મુનિસુવ્રતસ્વામી ભગવાન, નરદત્તા દેવી, અગ્નિબીજ ૨ તથા ૩, ઢ, ણ..વગેરે માતૃકા વર્ણના ન્યાસ, જાપ, ધ્યાન વગેરેથી સરસ્વતી માતાની વિશિષ્ટ કુપા સાધકને મળે છે.
(D) અનાહત ચક્રમાં કમળના કેન્દ્રમાં વાયુતત્ત્વના સ્વામી બાવીસમાં નેમિનાથ ભગવાન બિરાજે છે. તેમની શાસન અધિષ્ઠાયિકા અંબિકા દેવી તેમની સેવામાં ત્યાં બિરાજે છે-તેમ ભાવના કરવી, શ્રી નેમિનાથાય નમ:' આ મંત્રનો અનાહત ચક્રમાં જાપ કરવાથી નેમિનાથ ભગવાનની કૃપા પ્રાપ્ત
પરમ આનંદનું મંગલ દ્વાર
- ૪૯
-