________________
ષટ્ચક્રમાં પરમાત્માનું પદસ્થ ધ્યાન
(A) મૂલાધાર ચક્રમાં કમળના કેન્દ્રમાં પૃથ્વીતત્ત્વના સ્વામી નવમા સુવિધિનાથ ભગવાન બિરાજે છે. તેમની શાસન અધિષ્ઠાયિકા સુતારાદેવી તેમની સેવામાં ત્યાં બિરાજે છે-તેમ ભાવના કરવી. `શ્રીસુવિધિનાથ સ્વામિને નમઃ’ આ મંત્રનો મૂલાધારચક્રમાં જાપ કરવાથી સુવિધિનાથ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. સુવિધિનાથ ભગવાનનો સેવક શુક્ર નામનો ગ્રહ છે. સુવિધિનાથ ભગવાનની ઉપાસનાથી શુક્ર ગ્રહ પણ સાધકને અનુકૂળ બને છે અને સાધકને પરાભક્તિયોગ સુધી પહોંચાડવામાં સહાયક બને છે.
સુવિધિનાથ ભગવાનનું બીજું નામ ‘પુષ્પદંત’ છે. ‘પુષ્પદંત’ શબ્દનો બીજો અર્થ સૂર્ય અને ચંદ્ર થાય છે. તેથી ગર્ભિત રીતે એવું પણ અહીં સૂચિત થાય છે કે મૂલાધારચક્રના કેન્દ્રમાં સુવિધિનાથ ભગવાનની ઉપાસના કરવાથી સાધકનો સૂર્યસ્વર (ઇડા નાડી) અને ચંદ્રસ્વર (પિંગલા નાડી) અંકુશમાં રહે છે. સૂર્ય સ્વર નિયંત્રિત થવાથી અગ્નિતત્ત્વ સક્રિય અને શુદ્ધ બને છે તથા ચંદ્ર સ્વર નિયંત્રિત થવાથી જલતત્ત્વ પણ સક્રિય અને શુદ્ધ બને છે. સૂર્યસ્વર અને ચંદ્રસ્વર દ્વારા આપણામાં પ્રાણવાયુના માધ્યમે પ્રાણતત્ત્વ પ્રવેશે છે. તે પ્રાણતત્ત્વ જો શુદ્ધ, સક્રિય અને બળવાન હોય તો સાધકનું સ્વાસ્થ્ય પણ સુદીર્ઘ અને સુદૃઢ બને છે. તથા માનસિક સ્વસ્થતા અને સ્થિરતા પણ તેના દ્વારા જળવાય છે, તેના માધ્યમે સાધક લાંબો સમય ધ્યાનયોગમાં સ્થિરતા પૂર્વક રહી શકે છે. જેનું મૂલાધાર ચક્ર બગડેલું હોય તેનું બધું બગડે. તેથી મૂલાધાર ચક્રમાં 'શ્રી સુવિધિનાથ સ્વામિને નમઃ' અને `એઁ નમ:' આ બન્ને મંત્રની ધારણા અને પદસ્થ ધ્યાન સાધક માટે અત્યંત જરૂરી છે. એકાગ્રતાપૂર્વક મંત્રના પદોમાં લાંબા સમય સુધી ઉપયોગની સ્થિરતા એ પદસ્થ ધ્યાન બને. તથા સમોસરણમાં બિરાજેલ સુવિધિનાથ ભગવાનનું મૂલાધારચક્રમાં ધ્યાન તે રૂપસ્થ ધ્યાન બને. તેના દ્વારા સુવિધિનાથ પરમાત્માની ઊર્જા, શક્તિ, કૃપા મળવાથી સૂર્યસ્વર અને ચંદ્રસ્વર, સૂર્યનાડી અને ચંદ્રનાડી ઝડપથી નિર્મળ થાય છે. સુષુમ્હા નાડી પ્રાણવંતી બનવાથી મૂલાધારચક્ર સક્રિય અને શુદ્ધ બને છે. તથા પૃથ્વીતત્ત્વ પણ વિશુદ્ધ અને બળવાન બને છે.
તથા
(B) સ્વાધિષ્ઠાન ચક્રમાં કમળના કેન્દ્રમાં જલતત્ત્વના સ્વામી ત્રેવીશમા પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. તેમની શાસનદેવી પદ્માવતી માતા તેમની
જૈન ધ્યાન માર્ગ
૪૮