Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 66
________________ ગણી શકાય, નમસ્કાર મહામંત્રનું આ પદસ્થ ધ્યાન સમજવું. વચ્ચે ઉપયોગ આડોઅવળો થાય તો નમસ્કાર મહામંત્રનું ધ્યાન ફરીથી ઉપરોક્ત વિધિ મુજબ કરવું. આ રીતે કરવાથી ચિત્ત શાંત અને સ્થિર બને છે. પ્રસ્તુત ધ્યાનની પૂર્ણાહુતિ સમયે ૬૮ અક્ષરોમાંથી નવકારની ઊર્જા આપણા ષટ્યક્ર, ઔદારિક દેહ, ઇન્દ્રિયદેહ, મનોદેહ, કાર્મણદેહ અને આત્મદેહમાં વ્યાપ્ત થાય છેતેવી પ્રતીતિ કરવી. કમલમાં નવકારમંત્ર ધ્યાન ધ્યાન મુદ્રામાં બેસીને હૃદયકમળમાં નમસ્કાર મહામંત્રની પાવન પધરામણી તથા અચલ પ્રતિષ્ઠા કરવા માટે પ્રણિધાન કરવું. આઠ પાંખડીવાળું હૃદયકમળ ખીલે છે. કમળના કેન્દ્રમાં કર્ણિકાની અંદર નો મરિહંતા” પદની સ્થાપના કરવી. ઉપરના ભાગમાં રહેલી પાંખડીમાં અમો સિદ્ધા” પદની સ્થાપના કરવી. આ રીતે ક્રમસર ચારે દિશામાં બાકીના પદો ગોઠવીને વિદિશામાં રહેલ ચાર પાંખડીઓમાં બાકીના ચાર પદોને ગોઠવવા. આ રીતે કર્ણિકા અને પાંખડીઓ થઇને કુલ નવ સ્થાનોમાં નવકારના નવ પદની સ્ફટિકમય અક્ષરો રૂપે સ્થાપના કરવી. બંધ આંખે અહોભાવપૂર્વક શ્વેત જ્યોતિર્મય સ્વરૂપે, એકાગ્ર ચિત્તે તેનું ધ્યાન કરવું. ધીમે ધીમે નવકારના ૬૮ અક્ષરોમાંથી દિવ્ય જ્યોત પ્રગટ થઇ રહી છે તેવી ભાવના કરવી. ધીમે ધીમે જ્યોત જ્યાળાનું સ્વરૂપ ધારણ કરી રહેલ છે. આપણા આઠ કર્મને બાળવાની આપણી ભાવના તીવ્ર બની રહી છે. હૃદયકમળના ઉપરના ભાગમાં અધોમુખી શ્યામ વર્ણના કમળનું આપણને દર્શન થાય છે. ધીમે ધીમે તે ખીલી રહેલ છે. આઠ પાંખડીરૂપે તે શ્યામ કમળ ખીલી રહેલ છે. તેની એક એક પાંખડીમાં જ્ઞાનાવરણાદિ એક-એક કર્મ ગોઠવાયેલ છે-તેવી ધારણા કરવી. નવકારના પદોમાંથી પ્રગટેલ ધ્યાનાગ્નિના માધ્યમથી આઠ કર્મ બળી રહેલ છે. - તેવી એકાગ્રચિત્તે ભાવના કરવી, પ્રબળ ધ્યાનાગ્નિથી આઠેય કર્મવાળું શ્યામ કમળ બળીને ભસ્મીભૂત થઇ ગયેલ છે - તેવો અહેસાસ થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિમાં લીન થઇએ. - ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ... વિશ્રામ.. બન્ને હાથની હથેળીને પરસ્પર ઘસીને મુખાદિમાં ધ્યાનની ઊર્જાને પ્રસરાવીએ. પરમઆનંદનું મંગલ દ્વાર – ૪૭ --

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86