________________
III) પર્યક્રનું જાગરણ એ શક્તિનો ઉત્તમ સ્રોત છે.
આધ્યાત્મિક શક્તિ મેળવવા માટે ષટ્યક્રમાં પંચપરમેષ્ઠીની ધારણા, પૃથ્વી આદિ તત્ત્વનું શુદ્ધિકરણ, માતૃકાવર્ણન્યાસ અને તે તે પરમાત્માના જાપ વગેરેમાં અહીં બતાવ્યા મુજબ જેમ જેમ ધીરજ અને શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરીએ તેમ તેમ ધ્યાનયોગમાં આગળ વધવા માટે જરૂરી અખૂટ શક્તિ મળતી જાય છે એકાંત, મૌન, ધ્યાનમુદ્રા, કાયોત્સર્ગ વગેરેમાં રહીને ઉપરોક્ત પદ્ધતિ મુજબ પક્રને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ અને સક્રિય કરીએ તો ઓછો ખોરાક લેવા છતાં પણ શારીરિક સ્કુર્તિ અને માનસિક સ્વસ્થતા વગેરે અનુભવાય છે.
(૭) ધ્યાન - પૂર્વે ધર્મધ્યાનના ચાર ભેદ બતાવેલા હતા તે સિવાય પણ અન્ય ચાર પ્રકાર ધર્મધ્યાન અંગે સમજવા. તે આ પ્રમાણે – (૧) પદસ્થ ધ્યાન, (૨) પિંડસ્થ ધ્યાન, (૩) રૂપસ્થ ધ્યાન, (૪) રૂપાતીત ધ્યાન. આ અંગે આપણે ક્રમસર સમજણ મેળવશું. તથા તે મુજબ ધ્યાનનો પ્રયોગ કરી ધ્યાનયોગને સાધશું.
પરમ આનંદનું મંગલ દ્વાર
( ૪૫