Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 63
________________ ઉપર ચિત્રમાં જણાવ્યા મુજબ હૈં નમ:, સઁ નમ: આ પ્રમાણે મનમાં બોલીને આજ્ઞાચક્રની બે પાંખડીઓમાં બે વ્યંજન માતૃકાવર્ણનો ન્યાસ કરવો. યાદ રહે કે ષચક્રમાં માતૃકા વર્ણનો ન્યાસ કરતી વખતે દરેક સ્વર અને વ્યંજન પછી મનમાં બોલાતા `નમ:' શબ્દનો ન્યાસ કમળના કેન્દ્રમાં કરવો. અલગઅલગ ગ્રંથોમાં અન્ય પ્રકારે પણ માતૃકા વર્ણન્યાસ દર્શાવવામાં આવેલ છે. ગુરુગમથી સમજીને માતૃકાવર્ણન્યાસ કરવાથી જ્ઞાનશક્તિ, ધારણાશક્તિ વિશિષ્ટ રીતે ખીલતી જાય છે તે નિર્વિવાદ સત્ય છે. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વ સ્વરૂપ સમ્યજ્ઞાનની માતા સ્વર અને વ્યંજનો છે. તેથી તે માતૃકા વર્ણનો બહુમાનપૂર્વક ષટ્ચક્રમાં પૂર્વોક્ત વિધિપૂર્વક રોજ ન્યાસ કરવાથી ચૌદ પૂર્વનો ક્ષયોપશમ સાધકમાં પ્રગટે તેમાં કોઇ આશ્ચર્ય નથી. માતૃકાવર્ણન્યાસ દ્વારા ષટ્ચક્રની શુદ્ધિ થાય છે. (A) મૂલાધારચક્રની શુદ્ધિથી સમ્યજ્ઞાનનો મહાસાગર પ્રગટે છે. ચિત્તપ્રસશતા, સ્વસ્થતા અને સ્વાસ્થ્ય પ્રગટે છે. (B) સ્વાધિષ્ઠાનચક્રની શુદ્ધિથી વિકાર શાંત થાય છે અને સાતેય ધાતુ ઊર્ધ્વગામી બને છે. (C) મણિપુ૨ચક્રની શુદ્ધિથી સરસ્વતી માતાની પૂર્ણ કૃપા મળે છે. (D) અનાહતચક્રની શુદ્ધિથી જીભ ઉપર પૂરેપૂરો અંકુશ આવે છે. વાક્યશુદ્ધિ અને વચનશુદ્ધિ સ્વભાવગત થાય છે. પ્રસંગે કહેવા યોગ્ય મૃદુ અને મિષ્ટ શબ્દ નીકળે, આડાઅવળાં શબ્દોની બાદબાકી થાય, ભાષા સૌમ્ય બને, પાંચ ઇન્દ્રિય ઉપ૨ વિજય મળે અને મહાયોગીની ભૂમિકા તૈયાર થાય છે. (E) વિશુદ્ધિચક્રની શુદ્ધિથી વક્તૃત્વશક્તિ ખીલે છે. બોલતાં બોલતાં નવું તત્ત્વ સ્કુરાયમાન થાય છે. ચિત્ત શાંત રહે છે. સાધક પોતાની સમાધિ ગુમાવતો નથી. (F) આજ્ઞાચક્રની શુદ્ધિથી સાધક પરિમિત શબ્દોનો પ્રયોગ કરે છે. તથા વચનસિદ્ધિને તે વરે છે. પરહિતપરિણામ મગજમાં સહજતઃ સ્ફુરે છે. એનર્જીને મેળવવાના અલગ અલગ સ્રોત હોય છે. I) ખોરાક-પાણી એ શક્તિના જઘન્ય સ્રોત છે. II) પ્રાણવાયુ એ શક્તિનો મધ્યમ સ્રોત છે. ૪૪ જૈન ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86