________________
ઈ પદસ્થ ધ્યાન છે
‘મો રિહંતા', સોમ, શુદ્ધોન', સવિનિંદ્રમયોગg' ઇત્યાદિ મંત્રાલરો કે આધ્યાત્મિક પદોનું બંધ આંખે કપાળના ભાગમાં શ્વેત સ્ફટિકમય અક્ષરરૂપે આલેખન કરી, એકાગ્ર ચિત્તે લાંબા સમય સુધી ઉપસાવી રાખવા અને તેમાં અહોભાવપૂર્વક ઉપયોગને લીન કરવો. તે મંત્રાક્ષરોમાંથી આપણા ઉપર અનુગ્રહ વૃષ્ટિ થઇ રહેલી છે અને... સુષુમણા નાડી દ્વારા આજ્ઞાચક્ર વગેરે પચ્ચક્રોમાં તે અનુગ્રહધારા ફેલાય છે તેવી પ્રતીતિ કરવી. પર્યક્રથી આગળ વધીને તે અનુગ્રહધારા આપણા ઔદારિકદેહ, ઇન્દ્રિયદેહ, મનોદેહ, તેજસદેહ, કાર્મણદેહ અને આત્મદેહ સુધી પ્રસરે છે, અને આપણા દોષોના કચરાને દૂર કરે છે તેવી ભાવનામાં શાંત ચિત્તે લીન થવું.
5 શાંતિ... શાંતિ.... શાંતિ...
વિશ્રામ બન્ને હાથની હથેળીને એકબીજા સાથે ઘસી મોંઢા ઉપર, બન્ને હાથ ઉપર, છાતી ઉપર, બન્ને સાથળ ઉપર, બન્ને પગ ઉપર બન્ને હાથની હથેળીના માધ્યમે ધ્યાનની ઊર્જાને ફેલાવવી, ત્યાર બાદ હળવેથી આંખ ખોલી શકાય.
અહીં ખાસ ખ્યાલમાં રહે કે ધ્યાન દરમ્યાન સાધકે કરોડરજ્જુ સીધી રાખવી, હોઠ બંધ રાખવા, દાંત એકબીજાને ન અડાડવા, જીભ તાળવાને અડાડવી, બન્ને આંખો બંધ રાખવી, બન્ને હાથ ચૈતન્ય મુદ્રામાં ઘૂંટણ ઉપર ટેકવવા તથા પ્રસન્ન મુખમુદ્રામાં શાંત ચિત્તે ધ્યાન કરવું. દરેક ધ્યાનમાં આ સાવચેતી રાખવી જરૂરી છે. તથા દરેક ધ્યાનના અંતે બન્ને હાથની હથેળીને ઘસીને બન્ને હાથ દ્વારા ધ્યાનની ઊર્જાને મુખ વગેરે ઉપર પ્રસરાવવી.
| નવકારમાં પદસ્થ ધ્યાન પૂર્વે બતાવેલ નમસ્કારમંત્રની ધારણા મુજબ નવકારના પ્રત્યેક અક્ષર પર ૫-૫ સેકન્ડ ત્રાટક કરી નમસ્કાર મહામંત્રની ઊર્જાને આંખથી ચૂસતા હોઇએ તે રીતે નવકારના પ્રત્યેક વર્ણમાં સ્થિરતા કરવાપૂર્વક આગળ વધવું. ખુલ્લી આંખે ધ્યાન મુદ્રામાં બેસી આ અભ્યાસ થોડા દિવસ પછી બંધ આંખે ધ્યાન મુદ્રામાં લલાટના ભાગમાં સ્ફટિકનિર્મિત શ્વેત તેજસ્વી ૬૮ અક્ષરોનું શાંતચિત્તે પ્રસન્ન મુખમુદ્રામાં એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. બંધ આંખે નવકાર મંત્રના પ્રત્યેક અક્ષર ઉપર ૫-૫ સેકન્ડ આપણા ઉપયોગને સ્થિર કરવાપૂર્વક આગળ વધવું. આ રીતે લગભગ ૬ મિનિટમાં એક નવકાર
જેને ધ્યાન માર્ગ