Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 58
________________ કરવી. તપ, જપ, શરણાગતિ અને સમર્પણભાવનો સહારો લઇને 'મૈં નમ:'ના જાપ દ્વારા અનાહતચક્રમાં વાયુતત્ત્વને પ્રતિષ્ઠિત કરીએ. આ રીતે વાયુતત્ત્વને સક્રિય અને શુદ્ધ કરીએ. તેનાથી મનની સ્થિરતા, પવિત્રતા અને શક્તિ પ્રાપ્ત થાય છે. વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ તથા પવિત્રતાની ઊંચાઇએ પહોંચવાનું બળ ખરેખર વાયુતત્ત્વની શુદ્ધિ તથા સક્રિયતાના માધ્યમે મળે છે. જો વાયુતત્ત્વ સુષુપ્ત કે વિકૃત હોય તો ધ્યાનસમયે ઊંઘ કે મનની અસ્થિરતા નડતરરૂપ બને છે. વાયુતત્ત્વની બે મુખ્ય વિકૃતિઓ ધ્યાનમાં બાધક બને છે. (A) લય = ઊંઘ આવે, મસ્તક ઢળી પડે, શૂન્યમનસ્કતા આવે. (B) વિક્ષેપ = મન વધુ પડતું સક્રિય બની અન્યત્ર ભટકે. વાયુતત્ત્વને શુદ્ધ બનાવવા, તેની પાસેથી સમ્યક્ રીતે કામ કરાવવા માટે અનાહતચક્રમાં 'મૈં નમ:' જાપ દ્વારા વાયુતત્ત્વને અનુકૂળ બનાવવું. ૧૩) આકાશતત્ત્વની ધારણા - વિશુદ્ધિચક્રમાં આવેલ સોળ પાંખડીવાળા કમળના કેન્દ્રમાં કર્ણિકાના ભાગમાં 'ૐ' અક્ષરની સ્થાપના કરવી. તે આકાશતત્ત્વનું પ્રતિક છે. સ્ફટિકથી બનેલ અત્યંત તેજસ્વી કૈં સ્વરૂપ આકાશબીજની ધારણા કરવી, 'મૈં નમ:'ના જાપ દ્વારા આકાશતત્ત્વને સક્રિય અને શુદ્ધ કરીએ. તેના માધ્યમથી મનને આત્મામાં લીન કરવાની ક્ષમતા વધે છે. આકાશની જેમ નિરંજન નિરાકાર અને નિર્લેપ એવા નિજ શુદ્ધાત્મતત્ત્વમાં મનને, ચિત્તવૃત્તિને, ઉપયોગને, શ્રદ્ધાને લીન ક૨વા દ્વારા પોતાના પરમાત્મતત્ત્વના પ્રકટીકરણ માટે સાધક સમર્થ બને છે. જો આકાશતત્ત્વ વધુ પડતું સક્રિય હોય તો જ્યાં ઊંડા ઉતરવાની જરૂરત ન હોય તેવી બાહ્ય બાબતોમાં જીવ ઊંડો ઉતરી જાય છે તથા જો આકાશતત્ત્વ અશુદ્ધ અને સુષુપ્ત હોય તો ધ્યાનસાધનામાં સાધક ઊંડો ઉતરી શક્તો નથી. તેથી `એઁ નમઃ’ના જાપ દ્વારા પ્રતિદિન પાંચેક મિનિટ આકાશતત્ત્વને સમ્યક્ષણે સક્રિય અને શુદ્ધ કરવા પ્રયત્ન કરવો. પાંચે'ય તત્ત્વ જેના શુદ્ધ હોય તે સાધક લગભગ ક્યારેય માંદો ન પડે તથા સદા સ્ફૂર્તિ અને તાજગીનો તે અનુભવ કરે. મોબાઇલ ફોનની જેમ રોજેરોજ પૃથ્વી વગેરે પાંચેય તત્ત્વોને જાપ દ્વારા ચાર્જ કરવાના છે, તથા તેના માધ્યમથી ષટ્ચક્રને શુદ્ધ કરવાના છે. ખાસ ધ્યાનમાં રહે કે `એઁ નમઃ’ વગેરે પરમઆનંદનું મંગલ દ્વાર ૩૯

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86