Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 59
________________ જાપ બંધ આંખે કરવાના છે અને શ્વાસના લય સાથે કરવાના છે. તેથી ઊંડો શ્વાસ લેતી વખતે નૈ' વગેરે પદો મનમાં લંબાવીને બોલવા-તથા શ્વાસની સાથે પૃથ્વી વગેરે તત્ત્વની સમ્યક પ્રમાણસર ઊર્જા અંદરમાં પ્રવેશે છે તેવી ભાવના કરવી. તથા ધીમે ધીમે શ્વાસ કાઢતી વખતે મનમાં નમ:' પદ લંબાવીને બોલવું તેમજ કાર્બન કાયોકસાઇડની સાથે પૃથ્વી વગેરે તત્ત્વની અશુદ્ધિઓ અને વિકૃતિઓ બહાર નીકળી રહેલી છે-તેવી વિભાવના કરવી, પ્રસ્તુત સમગ્ર પ્રક્રિયા દરમ્યાન નૈ નમ:' વગેરે અક્ષરોની તે તે ચક્રોમાં સતત ધારણા કરી રાખવી. શક્ય હોય તો સ્ફટિકમય અક્ષરોરૂપે આ ધારણા કરવી. મનના લયની સાથે પાંચેય તત્ત્વની ક્રમસર ધારણા ર્યા બાદ અર્થાત્ પાંચ તત્ત્વના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બન્ને હાથની હથેળી એકબીજા સાથે ઘસીને બન્ને હથેળીને મુખ, હાથ, છાતી, બન્ને સાથળ અને બન્ને પગ ઉપર ફેરવીને ધારણાની ઊર્જાને સમગ્ર દેહમાં પ્રસરાવવી, પછી હળવેથી બન્ને આંખ ખોલી શકાય. માતૃકાવર્ણન્યાસા ધ્યાનની ભૂમિકા સમ્યગુજ્ઞાન છે, તથા સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ માટે માતૃકાવર્ણન્યાસ અમોઘ સાધન છે. ઉત્કૃષ્ટ ભાવે માતૃકાવર્ણન્યાસ કરવાથી ચૌદ પૂર્વના જ્ઞાનનો અભુત ક્ષયોપશમ જાગૃત થાય છે. આ પ્રમાણે યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે. તદુપરાંત માતૃકાવર્ણના ન્યાસથી મનની સ્થિરતા, શાંતિ, સ્વસ્થતા, સૌમ્યતા વગેરે પણ પ્રગટે છે. આથી સાધક ધ્યાનયોગને સારી રીતે સાધી શકે છે. માતૃકાવર્ણન્યાસ એક પ્રકારનો ધારણાયોગ જ છે. તેથી ધારણાયોગની વિચારણામાં અહીં આને સાંકળી લેવામાં આવેલ છે. માતૃકાવર્ણન્યાસ સૌપ્રથમ વિશુદ્ધિચક્રમાં કરવો. ત્યાર બાદ ક્રમશઃ અનાહત ચક્ર, મણિપુરચક, સ્વાધિષ્ઠાનચક્ર, મૂલાધારચક્ર અને આજ્ઞાચક્રમાં વર્ણન્યાસ કરવો. તે-તે ચક્રમાં આવેલ કમળની પાંખડીમાં તે-તે વર્ણનો ન્યાસ કરીને નમસ્કાર કરવો. વર્ણ ઉપર ચંદ્રકલા અને બિન્દુ મૂકીને નમ: શબ્દનો પ્રયોગ કરવો. આ રીતે સૌપ્રથમ સ્વર વર્ણનો ન્યાસ કરવો. નમ: શબ્દનો ન્યાસ કમળની કર્ણિકામાં કરવો. જેને ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86