________________
ધારણા કરવી. તેનાથી ચિત્તની, ઇન્દ્રિયની અને શરીરની સ્થિરતા પ્રાપ્ત થાય છે. ધ્યાનમાં લાંબા સમય સુધી બેસી રહેવા માટે સાધક સમર્થ બને છે. શારીરિક, માનસિક આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તથા પૃથ્વીતત્ત્વ સક્રિય અને શુદ્ધ બને છે. નૈ બીજની ધારણાથી આપણી શ્રદ્ધા સમ્યક અને સ્થિર બને છે. તેં નમ:'નો જાપ કરવો. શ્વાસ લેતી વખતે નૈ નો મેં જેટલો લંબાવાય તેટલી પૃથ્વીતત્વની ઊર્જા શ્વાસની સાથે અંદરમાં વધુ પ્રવેશ કરે અને શ્વાસ કાઢતી વખતે નમ:નો વિસા (:) લંબાવવાથી ઉચ્છવાસની સાથે પૃથ્વી તત્ત્વની અશુદ્ધિઓ અને વિકૃતિઓ વધુ બહાર નીકળે છે. આ વાત આગળ સર્વત્ર ખ્યાલમાં રાખવી. પૃથ્વીતત્ત્વ વિકૃત થાય તો શરીર રોગનો ભોગ બને છે.
૧૦) જલતત્ત્વની ધારણા – સ્વાધિષ્ઠાનચક્રમાં આવેલ છે પાંખડીવાળા કમળના કેન્દ્રમાં કર્ણિકાના ભાગમાં વૈ’ અક્ષરની સ્થાપના કરવી, તે જલતત્ત્વનું પ્રતિક છે. સ્ફટિકથી બનેલ અત્યંત તેજસ્વી વૅ’ સ્વરૂપ જલબીજની ધારણા કરવી. તેનાથી દાહની પીડા, પિત્તની તકલીફ વગેરે દૂર થાય છે તથા માનસિક શીતળતા મળે છે, તથા જલતત્ત્વ સક્રિય અને શુદ્ધ બને છે. વૅ બીજમાંથી જલધારા પ્રગટ થઇને અનાહત ચક્ર સુધી ઉછળી રહેલ છે-તેવી ધારણા કરવી, આનાથી હૃદય નિર્મળ બને છે. અહીં હૈ નમ:'નો જાપ કરવો.
૧૧) અગ્નિતત્ત્વની ધારણા - મણિપુરચક્રમાં આવેલ દશ પાંખડીવાળા કમળના કેન્દ્રમાં કણિકાના ભાગમાં ” અક્ષરની સ્થાપના કરવી, તે અગ્નિતત્ત્વનું પ્રતિક છે. પીળા પોખરાજ રત્નથી બનેલ અત્યંત તેજસ્વી પીળા વર્ણના રેં સ્વરૂપ અગ્નિબીની ધારણા કરવી. તેનાથી શારીરિક ઊર્જા, માનસિક શક્તિ પ્રગટ થાય છે. પાચનતંત્ર વ્યવસ્થિત બને છે. કફપ્રકોપ દૂર થાય છે. અગ્નિ જેવું તેજ અને શક્તિ સાધકમાં પ્રગટે છે. શું નH:” ના જાપ દ્વારા અગ્નિતત્વની ધારણા કરવી. Ė અગ્નિબીજમાંથી તેજસ્વી જ્યોત પ્રગટીને જ્યાળાનું સ્વરૂપ ધારણ કરે છે તથા આપણા આઠ કર્મોને તે બાળે છે એવી ધારણા કરવી. ૐ નમ:ના જાપ દ્વારા અગ્નિતત્ત્વ સક્રિય, શુદ્ધ અને બળવાન બને છે તથા શારીરિક રોગોનો નાશ કરે છે. ધ્યાનયોગમાં લાંબા સમય સુધી સ્થિરતાપૂર્વક બેસવાની શક્તિ અને ફુર્તિ મળે છે.
૧૨) વાયુતત્ત્વની ધારણા - અનાહત ચક્રમાં આવેલ બાર પાંખડીવાળા કમળના કેન્દ્રમાં કર્ણિકાના ભાગમાં સૈ' અક્ષરની સ્થાપના કરવી. તે વાયુતત્ત્વનું પ્રતિક છે. સ્ફટિકથી બનેલ અત્યંત તેજસ્વી ચેં સ્વરૂપ વાયુબીજની ધારણા – ૩૮
જેને ધ્યાન માર્ગ