Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 55
________________ ૨) મસ્તકની શિખાના ભાગમાં આવેલ બ્રહ્મરંધ્રમાંથી અવતરી રહેલી અરિહંતની કરુણાની શ્વેતવર્ણરૂપે ધારણા કરવી. અરિહંતની કરુણાના પ્રભાવે આપણી વાર્થવૃત્તિ દૂર થઇ રહી છે-તેવી અનુભૂતિ કરવી. ૩) સિદ્ધભગવંતની શુદ્ધિની લાલવર્ણરૂપે ધારણા કરવી. સિદ્ધભગવંતની શુદ્ધિના પ્રભાવે આપણા દેહાધ્યાસ, શરીરમમતા, આહારલાલસા વગેરે દૂર થઇ રહેલ છે-તેવી પ્રતીતિ કરવી. ( ૪) આચાર્યભગવંતની ઊર્જાની પીળાવર્ણરૂપે ધારણ કરવી. આચાર્યભગવંતની ઊર્જાના પ્રભાવે અનાચાર, દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર વગેરે મિથ્યાચારની રુચિ દૂર થઇ રહી છે-તેવી ભાવના કરવી. ૫) ઉપાધ્યાયભગવંતની ઊર્જાની લીલાવર્ણરૂપે ધારણા કરવી. ઉપાધ્યાયભગવંતની ઊર્જાના પ્રભાવે અવિનય, ઉદ્ધતાઇ, ઉચ્છંખલતા વગેરે અશુદ્વિઓ દૂર થઇ રહી છે-તેવી વિભાવના કરવી. ૬) સાધુભગવંતની શક્તિની શ્યામવર્ણરૂપે ધારણા કરવી. સાધુભગવંતની શક્તિના પ્રભાવે વિષય-કષાયાદિ વિરાધભાવો દૂર થઇ રહ્યા છે-તેવો અહેસાસ કરવો. પરમાત્માજ્યોતિની ધારણા ૭) લલાટના અંદરના ભાગમાં પરમજ્યોતિના દર્શન કરવા. તથા આજ્ઞાચક્રમાં પરમજ્યોતિની લાંબા સમય સુધી ધારણા કરવી. ૮) આજ્ઞાચક્રમાં સૂક્ષ્મ આત્મજ્યોતિના દર્શન કરવા. તથા તેને લલાટના ભાગમાં રહેલી પરમજ્યોતિમાં વિલીન કરવી. આ રીતે આત્મજ્યોતિને પોતાનામાં સમાવનાર પરમાત્મજ્યોતિની ધારણા કરવી. ષચક્રની સંક્ષિપ્ત સમજણ પૃથ્વી આદિ તત્વોની ધારણા માટે ષચક્રનું પ્રાથમિક જ્ઞાન આપણે મેળવશું. કરોડરજ્જુમાં સુષુણ્ણા નાડીમાં છ ચક્ર આવેલ છે. સૌથી નીચે કરોડરજ્જુના છેડે સુષુણ્ણા નાડીમાં ચાર પાંખડીવાળુ મૂલાધારચક્ર આવેલ છે. તેનાથી ચાર આંગળ ઉપર છ પાંખડીવાળુ સ્વાધિષ્ઠાનચક્ર આવેલ છે. તેનાથી ઉપર પૂંટીના લેવલમાં દશપાંખડીવાળું મણિપુરચક્ર આવેલ છે. તેના ઉપર છાતીના ભાગમાં બાર પાંખડીવાળુ અનાહત ચક્ર આવેલ છે. તેના ઉપર ગળાના ભાગમાં સોળ પાંખડીવાળું વિશુદ્ધિચક્ર આવેલ છે. તેના ઉપર કપાળના લેવલમાં સુપૃષ્ણા જેને ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86