________________
શાંત થાય છે. માટે મન મુનિમની જેમ કામ કરે છે. સાત અક્ષરને હીરાની જેમ ચળકતા જોવાના છે.
ન્યાસ વિજ્ઞાન સંન્યાસને સફળ કરે છે. આ પ્રત્યાહાર એક ન્યાસ છે. એકવાર અક્ષર ગોઠવાયા પછી તે સ્થિર રહેવા જરૂરી છે. જેટલો સમય સ્થિર રહે તેમ આપણી ઇન્દ્રિય સ્થિર અને તૃપ્ત રહે છે. આમ કરવાથી ઇન્દ્રિય પવિત્ર બને છે, તીર્થસ્વરૂપ બને છે, જે પોતે તરે અને તારે. કાયમ આમ કરવાથી પ્રભુના બેસણા થાય છે.
જેટલો પ્રેમ નવકારમંત્રના અક્ષ૨ ઉપ૨ ઊભો કરીએ, તેટલી પ્રભુ સાથે પ્રીતિ વધે. પ્રભુ અક્ષરદેહે આપણી ઇન્દ્રિયમાં સ્થિર થઇ જાય. ધર્મસંગ્રહમાં માનવિજયજી કહે છે કે-‘ભાવનિક્ષેપના લક્ષથી નામનિક્ષેપની આરાધના કરવાથી નામનિક્ષેપ દ્વારા પણ ભાવનિક્ષેપ જેવું ફળ મળી શકે છે.'
સાક્ષાત્ પ્રભુની ઉપાસના દ્વારા જેટલું ફળ મળે તેટલું જ ફળ પ્રભુની અક્ષરદેહે સ્થાપના કરવા દ્વારા મલે છે, તાત્ત્વિકફળ મેળવવું હોય તો Deepcasting કરવું પડે. Deepcasting (ઊંડાઇની યાત્રા) કરવા દ્વારા અવનવી અનુભૂતિના રત્નો પ્રાપ્ત થાય છે. ધ્યાનને મહાસાગર કહ્યો છે. અનુભવથી આગળનો માર્ગ નક્કી થતો જાય છે. પહેલા અક્ષર ગોઠવવાના, પછી અક્ષર સ્થિર રહેલાં જોવાના. લાગણી સાથે શ્રદ્ધા ઊભી કરીને અક્ષરોને જોવાથી પ્રભુનું સ્થાપન થાય છે.
(૬) ધારણા પ્રત્યાહાર પછી ધારણાની ભૂમિકા તૈયાર થાય છે. પોતાના ચિત્તને આત્મસ્વરૂપમાં કે આત્મસ્વરૂપપ્રાપક કોઇ પણ પવિત્રપદમાં કે તારક તત્ત્વના અનુસંધાનમાં જોડી રાખવું તે ધારણા કહેવાય. અહીં આપણે વિવિધ પ્રકારની ધારણાનો અભ્યાસ કરીએ.
-
૧) ત્રાટક દ્વારા નમસ્કારમંત્રની ધારણા શ્વાસના લયની સાથે નવકારના પ્રત્યેક અક્ષર ૫૨ ૫-૫ સેકન્ડ અપલક નયને જોવા દ્વારા ત્રાટક કરી નમસ્કાર મહામંત્રની ઊર્જાને આંખથી ચૂસતા હોઇએ તે રીતે નવકારના પ્રત્યેક વર્ણમાં સ્થિરતા કરવાપૂર્વક આગળ વધવું. ખુલ્લી આંખે આ અભ્યાસ થોડા દિવસ ર્યા બાદ બંધ આંખે લલાટના ભાગમાં સ્ફટિક નિર્મિત શ્વેત તેજસ્વી ૬૮ અક્ષરોની શાંત ચિત્તે એકાગ્રતા પૂર્વક ધારણા કરવાથી ધ્યાનની ભૂમિકા તૈયાર થાય છે.
જૈન ધ્યાન માર્ગ
૩૪
-