________________
કરવાની છે. અને તેમના અનુગ્રહથી આપણા અનાદિકાલીન દોષોના કચરાને બહાર કાઢવાના છે. ધીરજ, શ્રદ્ધા અને અહોભાવથી આ રીતે રોજ પંચપરમેબ્દીની ઉપાસના માટે કાઢેલી પાંચ મિનિટ આપણને બહુ મોટો સ્થાયી લાભ કરાવે છે.
જેમ રાખથી ઢંકાયેલ અગ્નિ ઉપર ફૂંક મારતા રાખ ખસી જાય અને ઝળહળતો અગ્નિ દેખાય તેમ UTનો બોલતાં બોલતાં, ઉચ્છવાસ બહાર કાઢવા દ્વારા આપણા પંચપરમેષ્ઠીમય સ્વરૂપ ઉપર છવાયેલ દોષોની રાખ દૂર થાય છે, અને પ્રાણવંતા પંચપરમેષ્ઠીના પાવન દર્શન થાય છે-આવી ભાવના પાંચેય પરમેષ્ઠીના પ્રત્યેક ચરણમાં કરવી.
આ રીતે દ્રવ્ય-ભાવ પ્રાણાયામના માધ્યમથી શારીરિક-માનસિક-આધ્યાત્મિક અશુદ્ધિઓ દૂર કરી, શુદ્ધિને પ્રાપ્ત કરી આગળ, પ્રત્યાહાર નામના પાંચમા તબક્કામાં પ્રવેશીએ. (૫) પ્રત્યાહાર - ઇન્દ્રિયોને અંદરમાં વાળવાની પ્રક્રિયા એ પ્રત્યાહાર કહેવાય, પ્રત્યાહારના માધ્યમથી પાંચ ઇન્દ્રિય, મન અને કાયાને આત્મસન્મુખ કરવી. તે માટે પાંચ ઇન્દ્રિયોના સ્થાનોમાં સાત વર્ણની (UIનો મરિહંતા) ક્રમશ: સ્થાપના કરો. પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી બહાર જતી ઊર્જાને, વેરવિખેર થતી ચેતનાને અંતર્મુખ કરવી, શાંત કરવી. પાંચ ઇન્દ્રિયોની તૃપ્તિનો માર્ગ એ પ્રત્યાહારનો માર્ગ છે.
પાંચ ઇન્દ્રિયો અતૃપ્ત હોય ત્યાં સુધી તે વિષય-વાસનાના કાદવમાં જાય છે. ઇન્દ્રિયોની પ્રગાઢ તૃપ્તિ, શાંતિ, અંતર્મુખતા અને અપૂર્વ સ્થિરતાનું સાધન એ ગુનો મરિહંતાઈ’ ના સાત અક્ષરોની ઈન્દ્રિયમાં સ્થાપના છે. પાંચ ઇન્દ્રિયના સાત સ્થાનમાં સાત અક્ષરને ગોઠવીએ. (૧) જીભના ભાગમાં 'T' (૨) નાકના ભાગમાં નો” (૩) ડાબી આંખમાં મ’ (૪) જમણી આંખમાં 'રિ” (૫) જમણા કાન ઉપર છું” () હોઠની નીચે હડપચીના ભાગમાં રહેલ સ્પર્શેન્દ્રિયમાં તા’ અને (૭) ડાબા કાન ઉપર ન’ આમ એક-એક અક્ષરની, મનમાં તે-તે અક્ષરો લયબદ્ધ રીતે બોલતાં-બોલતાં સ્થાપના કરવી. અક્ષરો સ્ફટિક જેવા તેજસ્વી-ધવલ-ઉજ્વલ હોય તેવી ધારણાથી સ્થાપના ચિત્રમાં બતાવ્યા મુજબ કરવી.
જેને ધ્યાન માર્ગ