Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 50
________________ ભગવંતની લીલા વર્ણની ઊર્જાને અંદર લેવી. આંતરકુંભકમાં તેને સ્થિર કરી 'નમો′ બોલીને શ્વાસ જમણા નસકોરાથી બહાર કાઢતાં તે ઊર્જા અવિનય, ઉદ્ધતાઇ વગેરે કચરાને ખેંચીને બહાર કાઢે છે-તેવી વિભાવના કરવાની. વિનયથી છલકાતી ઝળહળતી લીલી ઊર્જા અંદરમાં ભરવાની, પછી સ્થિર કરવાની અને દોષોના કચરાને બહાર કાઢવા. અવિનય, અહંકારથી મુક્ત એવા આત્મસ્વરૂ૫ની વિભાવના કરવી. પાંચ સેકન્ડ શ્વાસ લીધા વિના બાહ્ય કુંભક રાખી પ્રસન્નતાનો અનુભવ કરવો. ડાબો હાથ ચૈતન્યમુદ્રામાં રાખવો. આપણે ઊર્ધારોહણ કરવાનું છે માટે ડોક અને આંગળીઓ સીધી રાખવાની. જ્યારે બાહ્ય કુંભક કરીએ ત્યારે મનોમન `નમો' લંબાવવાને કારણે વેગથી ઊર્જા અંદર પહોંચે છે. પ્રાણાયામમાં બોલવાનું ન આવે. પરંતુ મનોમન વિભાવના કરવાની છે. બાહ્ય કુંભક વખતે પેટને પૂરેપૂરું અંદર દબાવવું અને ઉચ્છવાસ પૂરેપૂરો બહાર કાઢેલો રાખવો. (E) ચોથું ચરણ પૂર્ણ કરીને હવે સાધુભગવંતના શ૨ણે જઇએ. 'સવ્વસાહૂળ' બોલતાં સાધુ ભગવંતની શ્યામ ઊર્જાને પ્રવેશાવવી. તે ઊર્જા આંતર કુંભક દ્વારા સર્વ આત્મપ્રદેશો સુધી ઊંડે પહોંચે છે. તે અંદરમાં રહેલાં વિરાધક ભાવોને બહાર કાઢે છે. આંતરકુંભક વખતે પેટને પૂરેપૂરું ફૂલાવવાનો પ્રયત્ન કરવો, તેથી આંતરકુંભક લાંબો સમય ટકી શકે. `સવ્વસાહૂણં' બોલતાં જે ઊર્જાને શ્વાસ વડે અંદર લઇએ છીએ તેનો વર્ણ દેવચકલી, કોયલ જેવો ચળકતો શ્યામ હોય છે. `નમો’ બોલતા વિરાધક ભાવો, તેના કુસંસ્કારો બહાર નીકળે છે-તેવી ભાવના કરવી. ઊર્જાનું નિર્માણ થાય, તેનું સરક્યુલેસન ચાલુ રહે, બધા અંગોમાં ઊર્જા પહોંચે તે માટે સ્થિર રહેવાનો પ્રયત્ન કરવાનો. = વારે ઘડીએ નમી નહીં જવાનું. 'નમો'માં પણ ક્ સમાયેલ છે અને ળમાંથી નમો થાય છે. જમ્ + મો રૂમો, અહીં પૂરક-રેચકમાં ક્રમશઃ સવ્વસાહૂનું ળો બોલવાનું છે. દરેક ચરણ પાંચ મુખ્ય દોષોને બહાર કાઢવાનું કામ કરે છે. (૧) સ્વાર્થવૃત્તિ, (૨) દેહની મૂર્છા, (૩) અનાચારની રુચિ, (૪) અહંકાર અને (૫) પ્રમાદ-શલ્ય વગેરે વિરાધકભાવો. આ પાંચ દોષોને ક્રમશઃ અરિહંત, સિદ્ધ વગેરેની ઊર્જા બહાર કાઢે છે, તે ખાસ લક્ષમાં લેવું. પ્રાણાયામના માધ્યમથી શ્વાસ અંદર લેતી વખતે પંચપરમેષ્ઠીની ઊર્જાને ગ્રહણ કરવા દ્વારા આપણા તે તે ચક્રોમાં પંચપરમેષ્ઠીની અચલ પ્રતિષ્ઠા પરમઆનંદનું મંગલ દ્વાર ૩૧

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86