________________
તોમાં આર્હત્ત્વ પ્રતિષ્ઠિત છે. તેથી જ આર્હત્ત્વના પ્રણિધાન માટે, જગતને પવિત્ર કરતા અરિહંતોની ઉપાસના ચારેય નિક્ષેપે કરી શકાય છે.
‘ક્યાં આર્હત્ત્વની વિશાળતા અને ક્યાં મારું વામનપણું ? છતાં ભક્તિથી પ્રેરાઇને કંઇક આત્મહિત કરવા ઉદ્યમી બન્યો છું. પ્રભુ ! સહાય કરજે, સાથે રહેજે, સંભાળજે’- આ ભાવ સાથે અરિહંતના અનુગ્રહને અંદરમાં સ્થિર કરવો. ડાબી નાસિકાથી શ્વાસ લઇ જમણી નાસિકાથી શ્વાસ બહાર કાઢતાં 'ગો’ બોલતાં ધીમે ધીમે સંપૂર્ણ શ્વાસ બહાર કાઢવો (રેચક), સ્વાર્થાદિ દોષોના કચરા બહાર નીકળે તેવી ભાવના કરવી, ત્યાર બાદ બન્ને નાસિકા બંધ કરી શ્વાસ લીધા વગર, કંઇ પણ વિચાર ર્યા વિના, નિર્વિચાર સ્થિતિમાં રહેવા પ્રયત્ન કરવો (બાહ્યકુંભક) ત્યાર બાદ જમણા નસકોરાથી શ્વાસ અંદર લઇ, આંતરકુંભક કરી, ડાબા નસકોરાથી શ્વાસ બહાર કાઢી બાહ્યકુંભક ક૨વો. આ રીતે એક આયામ પૂર્ણ થાય.
શ્વાસ સ્થિર રાખીએ ત્યારે આજ્ઞાચક્રમાં કે અનાહતચક્રમાં 'અરિહંતાળ...ામો' કે `નમો અરિહંતાણં′ આવા અક્ષરો સ્થિર ચિત્તે આંત૨ ચક્ષુથી વાંચવાનો પ્રયત્ન કરવો. આ રીતે અરિહંત ભગવંતની ઉપાસનાનું પ્રથમ ચરણ પૂર્ણ થયું.
આ જ રીતે સિદ્ધ ભગવંતની ઊર્જા લાલવર્ણની, આચાર્ય ભગવંતની ઊર્જા પીળા વર્ણની, ઉપાધ્યાય ભગવંતની ઊર્જા લીલા વર્ણની, સાધુ ભગવંતની ઊર્જા શ્યામ વર્ણની ગ્રહણ કરીને દેહાધ્યાસાદિ દોષોના ત્યાગની વિભાવનાથી પ્રાણાયામ ક૨વો, તે નીચે મુજબ સમજવું.
(B) બીજા ચરણમાં ફરીથી ડાબા નસકોરાથી શ્વાસ લેતા `સિદ્ધાન્’ બોલવું. પછી શ્વાસને અંદર રોકવો (= આંતર કુંભક). પછી ધીમે-ધીમે જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢવો. `ળો’ બોલતાં-બોલતાં શ્વાસ બહાર કાઢવો અને દેહાધ્યાસ વગેરે કચરાઓ બહાર નીકળે છે તેવી ભાવના ક૨વી. પછી નવો શ્વાસ લીધા વિના બાહ્યકુંભક કરવો. આમ અનુલોમ-વિલોમ આંતર, બાહ્યકુંભક દ્વારા કરીશું અને આ રીતે આપણા દોષના કચરા નીકળી રહ્યા છેતેવી ભાવના શ્વાસ બહાર કાઢતી વખતે કરવી.
૧૦ સેકન્ડ શ્વાસ લેશું.
૫ સેકન્ડ પ્રાણવાયુને અંદરમાં સ્થિર રાખશું. પરમઆનંદનું મંગલ દ્વાર
૨૯