________________
આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી મુક્ત ચિત્તવાળી, સરળ અને સાલસ સ્વભાવવાળી, નીરવ ચિત્તવાળી, ખટપટ-માયાચાર આદિથી વિમુખ ચિત્તપરિણતિ ધરાવનાર, મહદંશે નિરોગી કે દેહભાનથી પર એવી વ્યક્તિ ધ્યાનની અધિકારી કહી શકાય. આ ચાર ધ્યાન તો સ્થૂલદ્રષ્ટિએ છે. ધ્યાનનું ખૂબ જ વ્યાપક સ્વરૂપ જૈન દર્શનમાં ઉપલબ્ધ છે. પૂર્વાચાર્યોએ અલગ-અલગ રીતે ઘણા ધ્યાનોને વર્ણવ્યા છે. તે તે ધ્યાનોને તો પ્રયોગાત્મક ધો૨ણે જ સમજવા જોઇએ. સાક્ષાત્ ધ્યાન શીખવાડનાર અનુભવી આપણને ધ્યાનનું જીવંત માર્ગદર્શન આપતા હોય તે રીતે ધ્યાનની સમજૂતી મેળવવી જોઇએ, તો જ ધ્યાનનું જ્ઞાન ધ્યાનને પ્રગટાવી આપે.
સૌ પ્રથમ શુક્લધ્યાનને સમજી લીધા બાદ તેની વિસ્તૃત જાણકારી, તે ધ્યાનના અંગભૂત પ્રાણાયામ આદિની પણ માહિતી આપણે મેળવશું. તે બધાનો પણ સમાવેશ ધર્મધ્યાનમાં જ થાય છે. તે વાત ધ્યાનમાં રાખવી.
શુક્લધ્યાન
જ્ઞાનના અને આત્મિક શુદ્ધિના વિશિષ્ટ બળ ઉપ૨ આ શુક્લધ્યાનની ઇમારત ચણી શકાય છે. આથી, આ ધ્યાન માત્ર પૂર્વધરોને + કેવલી ભગવંતોને હોય છે, અન્ય કોઇને નહીં. પૂર્વધર પરમર્ષિઓ સૂક્ષ્મતમ પદાર્થોનો આશ્રય લઇ મનની વિશિષ્ટ એકાગ્રતાને સાધી આ ધ્યાનનું શરણું લે છે, અને આગળ વધતા ક્ષપકશ્રેણિ પણ માંડે છે. પ્રથમ બે ભેદ પૂર્વધરોને સંભવે છે. અંતિમ બે ભેદ કેવલી ભગવંતોને ભવના અંતે ને શૈલેષી અવસ્થામાં સંભવે છે. આપણા માટે તો તેની સમજણ, તે ધ્યાન અને ધ્યાતા પ્રત્યેના આદર-બહુમાનને પ્રગટાવનારી બની રહે તે જ કાફી છે. આ સમજણ વહેલી તકે આપણને સૌને શુક્લધ્યાનના ધ્યાતા બનાવે તે જ લક્ષ્ય સાથે શુક્લધ્યાનના ચારે ભેદોની સમજણ જોઇએ
૧) પૃથવ્રુવિતર્કસવિચાર - વિશિષ્ટ શુદ્ધિના તથા શ્રુતના તથાવિધ બળના આધારે પૂર્વધર મહર્ષિઓ સૂક્ષ્મ વિષયનું આલંબન લે છે. મન તેમાં એકાગ્ર કરે છે. તે જ શુક્લધ્યાન. આ પ્રથમ ભેદમાં વિષયાદિનું સંક્રમણ હોય છે. મતલબ કે દ્રવ્યના બદલે પર્યાયનું ધ્યાન કરે. પર્યાયને છોડી પુનઃ દ્રવ્યનું ધ્યાન કરે... આ રીતે અર્થસંક્રાન્તિ = વિષયભૂત પદાર્થનું સંક્રમણ હોય છે. એક શ્રુતવચનના જિનવચનના આલંબને ધ્યાન કરી ત્યાર બાદ પુનઃ નવા, બીજા શ્રુતવચનનું આલંબન લે... આ રીતે વ્યંજનસંક્રાંતિ પણ આ ધ્યાનમાં હોય છે.
પરમઆનંદનું મંગલ દ્વાર
-
૯