________________
ત્યારબાદ શબ્દશૂન્ય, વિકલ્પશૂન્ય, નિરાકાર-નિરાલંબન-નિર્વિકલ્પ સહજ ધ્યાન આવે છે. જેમાં આત્મા પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર થાય. તેનાથી ૫૨માત્મા અને આત્મા વચ્ચેનો કર્મકૃત કાલ્પનિક ભેદભાવ અનુભવના સ્તરેથી દૂર થાય.
શેયનું આકર્ષણ છોડી, અનંતાનુબંધી કષાયોને નિર્મૂળ કરવાના પ્રયત્નની સાથે-સાથે લક્ષ કેવળ આત્માને જ જાણવાનું-જોવાનું-અનુભવવાનું રાખી સહજ રીતે દેહાધ્યાસ ટળે, ઇન્દ્રિય તથા મન શાંત થાય, બહારમાં ઇન્દ્રિયપ્રવૃત્તિ અને મનોવૃત્તિની ગતિ આપમેળે રોકાય ત્યારે ઉપયોગ આત્મસ્વભાવ તરફ વળે અને આત્મામાં જ પરિણતિ અને ઉપયોગની સ્થિરતા પ્રગટે તેનું નામ તાત્ત્વિક ધ્યાન.
તાત્ત્વિકધ્યાનની ફલશ્રુતિ એ કે ધ્યાન પછી ધ્યાનમાંથી બહાર આવવું અકારૂં લાગે. વધુને વધુ ધ્યાનમાં જ રહેવું ગમે. તાત્ત્વિકધ્યાન કલાકો સુધી કરવા છતાં તે ભારબોજ રૂપ કે કંટાળા રૂપ ન લાગે. કારણકે આ ધ્યાનના માધ્યમે આત્માના આનંદની અનુભૂતિ થાય છે આનંદ મળતો હોય તો કંટાળો ભલા ! આવે શી રીતે ?
આવા તાત્ત્વિકધ્યાનના પ્રતાપે પારમાર્થિક આધ્યાત્મિક ધ્યાન પ્રગટે છે. તેના દ્વારા દરેક ક્રિયા ધ્યાન રૂપ બની જાય છે. આત્માને સદેહે મોક્ષની આંશિક અનુભૂતિ થાય છે. આત્માનો મૂલભૂત સ્વભાવ જાગૃત થઇ જાય છે. સતત અનુપમ આનંદનો અહેસાસ થાય છે. સાતમા ગુણઠાણાનું આ અદ્ભુત ધ્યાન ધર્મધ્યાનની ચરમસીમાને સ્પર્શતું ધ્યાન કહી શકાય. ધ્યાન અંગેની સાવચેતીઓ
ધ્યાન વખતે ‘બહારમાં હું મરી જ ગયો છું'-એમ માની માખી-મચ્છ૨ વગેરેના ત્રાસથી ખળભળવું નહીં. એને દૂ૨ ક૨વા માટે ચિત્તવૃત્તિના પ્રવાહને બહાર વાળવો નહીં. એની ગતિને સ્ખલિત ન કરવી. દેહધર્મની ચિંતાથી મુક્ત થયા બાદ જ સાચી સ્થિરતા આવી શકે છે. માટે, દેહની ચિંતાથી, મમતાથી પ્રગટતી ચંચળતાને દૂર કરવી.
ધ્યાન તરફ જતા પહેલા જગતના સહુ જીવોને બિનશરતી માફી આપવી. જગતના સર્વ જીવો પ્રત્યે બિનશરતી પ્રેમ પ્રગટાવવો. કોઇ પણ જીવ
પરમઆનંદનું મંગલ દ્વાર
૧૫