________________
જ્ઞાતાધારાની (‘હું અખંડ પૂર્ણ શુદ્ધચૈતન્યપિંડ છું” આવી નિરંતર પ્રતીતિસ્વરૂપ જ્ઞાતાધારા ધ્યાનપ્રાપ્તિમાં સહાયક છે.) વૃદ્ધિ થતા તે સ્વરૂપમાં એકાગ્રતાથી ધ્યાનસ્થિતિ થતાં તે સ્વરૂપમાં જ ઉપયોગ લીન થઇ જાય છે. આ ઉપયોગની તીવ્રતાથી માત્ર સ્વરૂપમાં જ સ્થિર થઇ પર તરફનું લક્ષ છૂટી જાય ત્યારે આ ભગવાન એવો આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને અનુભવે છે. એ પોતાના નિર્વિકલ્પ સહજ સ્વરૂપમાં જ ખેલે છે, રમે છે. અનુપમ ને અભુત એવા આત્મદ્રવ્યનો મહિમા કોઇ અપાર છે. એ ચૈતન્ય ભગવાન છે. અનાદિકાળથી છૂપાયેલ આ આતમભગવાન ધ્યાન દ્વારા પ્રગટ થાય છે. બસ ! એને જ અનુભવો !
અનુભવાશે જ ! શા માટે ન અનુભવાય ? “ત્રિકાળવ્યાપક શુદ્ધજ્ઞાનાનંદ વગેરેથી અભિન્ન સહજ ચૈતન્યસ્વભાવી તે જ હું છું, અખંડ ચૈતન્યપિંડ તે જ હું છું, અખંડ-આનંદ-મૂર્તિ, વિજ્ઞાનઘન તે જ હું છું...” આ રીતની આત્મભાવના આ શુદ્ધઅનુભવ માટે પ્રબળ સાધન છે.
આ બધું જ ધર્મધ્યાન છે. ધર્મધ્યાનના અનેકાનેક ભેદો છે. હવે, ધ્યાનની કંઇક રજૂઆત કરવામાં આવશે. પણ તે કલ્પનાતરંગરૂપ ન બની જાય તેની ખાસ કાળજી રાખજો. યોગશાસ્ત્ર, ધ્યાનદીપિકા, ધ્યાનશતક, ધ્યાનવિચાર, યોગપ્રદીપ ઇત્યાદિ ધ્યાન અંગેનું વિસ્તૃત સાહિત્ય જૈન વામયમાં ઉપલબ્ધ છે. જેનદર્શનમાં જેટલું વ્યાપક અને વિસ્તૃત સ્વરૂપ ધ્યાનનું પ્રાપ્ત થાય છે તેટલું કોઇપણ દર્શનમાં નહીં હોય. અહીં તેના જ આધારે મહત્ત્વપૂર્ણ બાબતોનો સાર ગ્રહણ કરો. પ્રેક્ટિકલશૈલિમાં ધ્યાનનું નિરૂપણ કરવામાં આવશે. આત્મા તરફના લક્ષ્ય સાથે જ તે ધ્યાન વાસ્તવિક ધ્યાન થઇ શકશે. બાકી કલ્પનાના તરંગો અને ધ્યાનાભાસ ! ષક્રના ધ્યાનો વગેરે પ્રક્રિયા ભૌતિક સુખ માટે આપણે નથી આચરવી. પરંતુ મનના ઉપયોગને સ્થિર કરવા માટે શુભઆલંબન તરીકે આ ધ્યાનને જાણવું અને માણવું છે. આગળની પ્રક્રિયા માત્ર વાંચવાની નથી. પરંતુ તેને પ્રેક્ટિકલમાં મુકવાની છે. જેમાં લખ્યું છે તેમ પ્રેક્ટિકલમાં મૂકવા લાગો. રોજ નિયમિત પ્રયત્ન કરો, એટલે સહજતઃ ધ્યાન સિદ્ધ થવા લાગશે. ચલો !
તો હવે પ્રવેશીએ ધ્યાનખંડમાં...
-૦ (૨૦)
૦
જૈન ધ્યાન માર્ગ