________________
આપણે પ્રાપ્ત કરવાની છે. આ કારણસર Bકાર બોલ્યા પછી જે કંપનો મગજમાં ઊભા થયા તેની નોંધ લેવી. દરિયામાં મોજા ઉઠતા હોય તે રીતે નવા નવા ઊર્જાના તરંગો ઊભા થાય છે. તે ઠેઠ અંદરમાં સમાતા જાય છે-તેવી પ્રતીતિ થશે, તેનાથી સાધનામાં આગળ વધવાનો ઉલ્લાસ-ઉમંગ આવે છે, વધે છે, નેગેટીવ વિચાર આવતા બંધ થાય છે. આવી કારની ઊર્જાની તાકાત છે. આપણી આસપાસના વાતાવરણને ઝંકારની ઊર્જાથી ભરી દેવા માટે પાંચેક વખત કારનું મોટા અવાજે ઉચ્ચારણ કરવું.
છે કરોડરજ્જુમાં વચ્ચે આવેલ સુષુણ્ણા નાડીમાં સેન્ટરમાં પ્રતિષ્ઠિત થયેલ છે. સહસ્ત્રદલકમલમાં સિદ્ધ ભગવંત, આજ્ઞાચક્રમાં અરિહંત પરમાત્માની સ્થાપના થાય છે. વિશુદ્ધિચક્રમાં આચાર્ય ભગવંત, અનાહત ચક્રમાં ઉપાધ્યાય ભગવંત અને મૂલાધાર ચક્રમાં કરોડરજ્જુના છેડાના ભાગમાં સાધુતત્ત્વની સ્થાપના છે. આ રીતે પંચપરમેષ્ઠી કારમાં સમાયેલ છે. અ (= અરિહંત) + અ (= અશરીરી સિદ્ધ) + આ (= આચાર્ય) + ઉ (= ઉપાધ્યાય) + મ્ (= મુનિ) = કે તેથી કારના ઉચ્ચારણ દ્વારા આપણું શરીર, મન તથા આસપાસનું વાતાવરણ પંચપરમેષ્ઠીની ઊર્જાથી ભરાય છે, ઊભરાય છે-તેવી વિભાવના કરવી.
Bકારના ધ્યાન માટે નીચે આપેલ પાંચ વર્ણમય પંચપરમેષ્ઠીયુક્ત ૐકારનું ચિત્ર જોવું.
પરમ આનંદનું મંગલ દ્વાર
–
૨૫
–