Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 41
________________ ăકારના ઉચ્ચારણ અને ધ્યાન દ્વારા પંચપરમેષ્ઠીની પવિત્ર ઊર્જાને આપણા (૧) ઔદારિક દેહ, (૨) ઇન્દ્રિય દેહ, (૩) મનોદેહ, (૪) કાર્મણદેહ અને (૫) આત્મદેહ સુધી પહોંચાડવાથી શરીરનો થાક, ઇન્દ્રિયની અતૃપ્તિ, મનની ચંચળતા, કુકર્મનું આધિપત્ય તથા આત્માની અશુદ્ધિ દૂર થાય છે, તથા ધ્યાનમાં લાંબા સમય સુધી સ્થિરતાથી બેસી શકાય છે. રોજે-રોજ પંચપરમેષ્ઠીની શરણાગતિ, આંતરિક સમજણ અને ધીરજપૂર્વક લાંબા સમય સુધી કૈંકારનું ધ્યાન કરવાથી પંચપરમેષ્ઠીમય આપણા અસ્તિત્વનો અનુભવ થાય છે. ધ્યાન કરવા માટે સ્વસ્થતા અને વૈરાગ્ય જરૂરી છે. શરીર, ઇન્દ્રિય અને મનમાંથી ખસી આત્મામાં ડૂબવું એ ધ્યાન. ધ્યેય + ધ્યાતા = ધ્યાન અરિહંત + આપણે = ધ્યાન આપણે અરિહંત-સિદ્ધ ભગવંતોનું ધ્યાન ધરીને અરિહંત જેવા બનવું એ આપણું ધ્યેય છે. તે ધ્યેયને સિદ્ધ કરવાનો પુરુષાર્થ કરનારને ધ્યાતા કહે છે. અને તે ધ્યેય ધ્યાન દ્વારા સિદ્ધ થાય છે. તે માટે જરૂરી યમ-નિયમાદિના ક્રમને અને કાર્યને સૌપ્રથમ સમજીએ. (૧) યમ - સ્વાભાવિક રીતે શ્રાવકના જીવનમાં સ્થૂળહિંસા, જૂઠ, ચોરી, ૫૨સ્ત્રીગમન, મહાપરિગ્રહસ્વરૂપ મોટા પાંચ પાપનો ત્યાગ હોય તે યમ કહેવાય. (૨) નિયમ - યમના પાલનમાં સહાયક નિયમો પણ પાંચ છે. (A) શૌચ – કાયાની પવિત્રતા સાથે માનસિક પવિત્રતા આત્મસાત્ કરવી. - (B) સંતોષ – સંતોષ દ્વારા ધ્યાનમાં સ્થિર થવાય. મનની અસ્થિરતાનું મૂળભૂત કારણ તૃષ્ણા છે. તેને દૂર કરવી. (C) સ્વાધ્યાય સમજણના માધ્યમથી શાસ્ત્રાધારે સ્વનું અધ્યયન કરવું. (D) તપ અસત્ ઇચ્છાઓને અંકુશમાં રાખી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. ઉણોદરી-વૃત્તિસંક્ષેપ-૨સત્યાગાદિ તપ ક૨વો. Overlimit ભોજન વપરાય તો ધ્યાનમાં સ્થિર ન થઇ શકાય. માટે તપ પણ ધ્યાનમાં સહાયક છે. (E) પ્રણિધાન - પ્રભુમાં ભળી જવાનો સંકલ્પ કરવો. બધું પ્રભુના ચરણમાં સોંપી દેવાનું. (૩) આસન - = ધ્યાનમાં આગળ વધવા માટે આસનસ્થિરતા જરૂરી છે. જૈન ધ્યાન માર્ગ ૨૬

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86