Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 43
________________ સૂક્ષ્મ સબીજ પ્રાણાયામમાં ધીમી ગતિએ મનમાં બોલવાનું, જેમ કે 'અરિહંતા’-આ પદને મનમાં બોલતાં બોલતાં ધીમી ગતિએ શ્વાસને અંદરમાં ૧૦ સેકન્ડ સુધી લેવો. શ્વાસની સાથે અરિહંતની ચેતનાને અંદર પ્રવેશ આપવાનો તથા મનોમન [નોબોલતાં બોલતાં કર્મનો કચરો બહાર નીકળે છે-તેવી વિભાવના કરવી. પૂરેપૂરી ૧૦ સેકન્ડ સુધી ઉચ્છવાસને મંદગતિએ બહાર કાઢવો. શ્વાસ લેતી વખતે ઉદરપટલના નીચેના છેડા સુધી, પેટ ફૂલે ત્યાં સુધી શ્વાસ લેવાનો છે. ફક્ત છાતીમાં શ્વાસ નથી ભરવાનો, પૂરેપૂરા ફેફસામાં શ્વાસને ભરવાનો છે તથા ખાલી પણ પૂરેપૂરો કરવો. કાયાના પ્રયત્ન સાથે મનને સ્થિર કરવું, મનની શાંતિ માટે, સ્થિરતા માટે આ પ્રાણાયામ પાંચ મિનિટ કરવાથી મન ૫૦% સ્થિર થતું અનુભવી શકાય છે. ૧) અનુલોમ-વિલોમ પ્રાણાયામ - ડોકને સહેજ અદ્ધર રાખી પ્રથમ ડાબા નસકોરાથી શ્વાસ લેવો અને જમણા નસકોરાથી શ્વાસ છોડી તે જ નસકોરાથી શ્વાસ લઇ ડાબા નસકોરાથી શ્વાસ છોડવો. આવી રીતે એક આયામ પૂર્ણ થાય. | 'UT મો રિ હું તો જ’ આ સાત અક્ષર મનમાં બોલતા બોલતા શ્વાસ સાથે અંદર લેવાના અને સાત અક્ષર શ્વાસ છોડતા બહાર કાઢવાના. • અથવા શ્વાસ લેતી વખતે મરિહંતાઈ’ મનમાં બોલવું. અરિહંતની શ્વેત ઊર્જા, અરિહંતની કરણા, આઈન્યનું તેજ આપણામાં પ્રવેશ કરી રહેલ છે-તેવી ભાવના શ્વાસ અંદરમાં લેતી વખતે કરવી. શ્વાસ છોડતી વખતે મનમાં મો’ બોલવું ને આપણા વિષયકષાય વગેરેના કચરાઓ શ્વાસની સાથે બહાર નીકળી રહેલા છે-તેવી ભાવના કરવી. ૨) પૂરક-કુંભક-રેચક પ્રાણાયામ - (A) અરિહંતાઈ’ બોલતા ડાબી નાસિકાથી ઊંડો શ્વાસ લેવો (પૂરક), અને બન્ને નાસિકા દબાવીને શ્વાસને અંદર ભરી રાખવો (આંતરકુંભક). અરિહંતની શ્વેત ઊર્જા, પ્રભુની શુદ્ધ ચેતના, આઈજ્યનું તેજ આત્મપ્રદેશમાં સ્થિર થાય તેવી ભાવના કરવી. આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ અને મહાન તત્ત્વ આહત્ત્વ છે. સકલ અરિહં જૈન ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86