________________
નિઃશંકતા-વિશ્વાસ કપરા સંયોગમાં ટકાવો તો લક્ષ્ય સિદ્ધ થશે, અધીરા ન થાવ. બીજા બધા પ્રત્યેનો રસ-વિકલ્પ... વગેરે છોડી માત્ર લક્ષ્ય પ્રત્યેનું જ વલણ, રુચિ વગેરે કેળવવું.
ધ્યાનની સિદ્ધિ માટે નિવૃત્તિ અત્યંત આવશ્યક છે. પ્રવૃત્તિ ખળભળાટ પેદા કરાવે છે તે ધ્યાનમાં બાધક છે. નિવૃત્તિ લો, સતત આત્મવિચારમાં લીનતા કેળવો-સ્વરૂપનો નિર્ણય કરો, આત્મસ્વરૂપનું જ્ઞાન યથાર્થપણે અંદ૨માં થયું હોવું જોઇએ. આત્માની જ સન્મુખ રહી આત્મામાં લીનતા કેળવવાની છે. અંતરમાં અહેસાસ પ્રગટાવો-‘આજે મારો નવો જન્મ થયો, આજે ખબર પડી કે સાચું સુખ કેવું હોય ? આજે મને મારો વિશ્વાસ થયો. આ વિશ્વાસથી હું કૃતકૃત્ય થયો. ઉત્સાહ અનુભવાય છે.’ બસ ! આવા જ પ્રકારના ઉત્સાહને પ્રગટાવી ધ્યાનસાધનામાં લાગી જાઓ. ચોક્કસ પરિણામ મળશેજ.
કોઇ પણ ઘટનામાં ખળભળાટ પેદા ન કરો. દરેક વખતે સ્વીકાર કરો કે-આ ઘટના મારા વિકાસ માટે જરૂરી છે. આ પણ જેવી હોવી જોઇએ તેવી જ છે. સમગ્ર સૃષ્ટિ પણ જેવી હોવી જોઇએ તેવી જ છે. આ ભાવનાથી ભાવિત થવાથી આફત પણ આશિષ બની શકે છે. મનના ખળભળાટ શાંત થઇ જશે. ખરા અર્થમાં ધ્યાનની યોગ્યતા પ્રગટશે.
ધ્યાનખંડમાં પ્રવેશ કરતા પૂર્વે
♦ ચૈતન્યરૂપની સાથે એકરૂપ, એકાકાર, તદ્રુપ અને તદાકાર જે પરિણતિ તે જ ધ્યાન છે. શુદ્ધાત્મસ્વરૂપમાં અચલ એવી ચૈતન્યપરિણતિ = ધ્યાન, મોહનીયકર્મવિપાક પૌલિક છે, માટે તે પૌદ્ગલિક કર્મવિપાક તરફથી લક્ષ્ય પાછું ફેરવી, મતલબ કે અશુદ્ધ ભાવોને બાજુ ઉપર રાખી, તેનાથી પાછા ફરી પોતાના ઉપયોગને સાધક રાગ-દ્વેષ અને મોહથી રહિત બનાવે છે. આવો શુદ્ધ ઉપયોગ આત્મામાં નિષ્ફપપણે સ્થિર કરવો જોઇએ. આ રીતે ઉપયોગને અત્યંત શુદ્ધ એવા આત્મામાં સ્થિર કરવાથી ધ્યાનાગ્નિ પ્રગટે છે.
આ ધ્યાનાગ્નિમાં તમામ અશુભ સંકલ્પ-વિકલ્પોને પ્રજ્વાળી નાંખવાના છે. ‘ત્રિકાલ નિર્વિકલ્પ વીતરાગ ચૈતન્યમય અખંડ અક્રિયપિંડ હું છું, મારું ચૈતન્ય નિરંજન, નિર્વિકાર છે.' આ રીતે સ્વસ્વરૂપનું લક્ષ થતા, પરમઆનંદનું મંગલ દ્વાર
૧૯