________________
સરી જવું અઘરું લાગશે, વાંચવા માત્રથી આ વાત નહીં સમજાય. પ્રયોગ કરવા પડશે. અનુભવવું પડશે.
ધ્યાન કરવા માટે મનને નિર્મળ કરવું જરૂરી છે. માટે, મનમાં કશો જ કચરો નાંખવો નહીં. આખા દિવસમાં કોઇની ભૂલો જોવી નહીં. માત્ર સારી વસ્તુઓ જ જોવી. તમે ધ્યાનમાં શું કરો છો ? તમને શું અનુભૂતિઓ થાય છે ?... તે કશું જ કોઇને કહેવું નહીં. આખા જગત સમક્ષ સૌને કહેતા ફરવાથી સાધના ધોવાઇને સાફ થઇ જાય છે માટે. કોઇને કશું જ કહેવું નહીં. હા ! ક્યાંક મૂંઝવણ અનુભવાય તો સદ્ગુરુને એટલા પૂરતું પૂછી શકાય. બાકી કોઇને કશું જ ન કહેવું.
ધ્યાન વખતે પ્રગટેલી શુભ અને શુદ્ધ અનુભૂતિઓથી આત્માને અને મનને ચોવીસે કલાક ભાવિત કરવું, રાખવું. દિવસ દરમ્યાન નેગેટીવ વિચારો સદંતર બંધ કરી દો. સતત પોઝિટીવ જ વિચારો. એક દ્રઢ સંકલ્પ કરો કે આ જનમમાં આત્માના આંતરિક ગુણવૈભવને મારે મેળવવો જ છે. આત્માના અખંડ આનંદઘન સ્વરૂપને મારે ઓળખવું જ છે. આવા પ્રકારના સંકલ્પ કરી દિવસ દરમ્યાન રોજ ૨૦-૨૫ વાર બોલો, ઘંટો. સતત એનું રટણ કરો. રાત્રે પણ પથારીમાં પડ્યા પછી જ્યાં સુધી ઊંઘ ન આવે. ત્યાં સુધી આનું રટણ કરો. “મને આત્માનો અનુભવ થશે જ. અરે થશે શું, થઇ જ રહ્યો છે. બસ ! હવે થોડા જ સમયમાં મને સંપૂર્ણ અનુભવ થઇ જશે”-આ રીતે તીવ્ર અને બુલંદ ઇચ્છા પ્રગટાવો, આત્મવિશ્વાસ જન્માવો.
અડચણો આવે તો ડરો નહીં, ઝૂકો નહીં, તકને ઓળખી એને પકડી પાડો. સાધી લો. આત્મજાગૃતિ કોઇ પણ પલે તૂટી ન જાય તેની સાવધાની રાખો. શુભ ભાવને સ્થાયી બનાવો. તેના માટે કુનિમિત્તોથી દૂર રહો. લક્ષને પોષક પ્રવૃત્તિ જ કરો. બાધક પ્રવૃત્તિ અને વિચારો તોડો. દેહ વગેરેની સાથે એકત્વબુદ્ધિ તોડો.
અર્ધજાગૃત મન પાસે અમર્યાદિત શક્તિ છે. તે ચોવીસ કલાક કામ કરે છે. તેને કોઇ મર્યાદા નથી, કોઇ ટ્રેનીંગની જરૂર નથી. લક્ષનું સર્જન તે કરી શકે છે. જાગૃત મનની તો મર્યાદિત શક્તિ છે. તે જાગતા હશો ત્યારે જ કામ કરશે. માટે, અર્ધજાગૃત મન સુધી તમારો સંકલ્પ પહોંચાડો તો કાયમી બદલાવ આવશે. તે બદલાવ ચિરસ્થાયી બની રહેશે, ધરમૂળથી થશે. પરમ આનંદનું મંગલ દ્વાર – (૧૭) -