________________
આત્મા દરેક પદાર્થનો માત્ર દૃષ્ટા = જોનાર છે, રાગ-દ્વેષ કરવાનું તેનું સ્વરૂપ નથી. આત્માના અત્યાર સુધી અદૃશ્ય રહેલા એવા આ દ્રષ્ટાસ્વભાવને ઉજાગર કરવાની અંતરંગ પ્રક્રિયા એટલે ધ્યાન. આત્મામાં લીન થવાથી ઉપયોગની જે સ્થિરતા પ્રગટે, નિશ્ચલતા પ્રગટે, આત્મમગ્નતા પ્રગટે તે જ ધ્યાન. અંતરમાં રહેલા પરમાત્માને પ્રગટ કરવાની પ્રબળ તાલાવેલીથી અંતરમાં રહેલ પ્રભુને ખોજવાનો જે પ્રબળ પુરુષાર્થ પ્રગટે, તેમાં ચિત્તવૃત્તિ સ્થિરતાને પામે, ચેતનતત્ત્વ સાથે જ તેનો મહત્તમ સમાગમ થાય તે જ ધ્યાન. સુખ અને દુઃખ વચ્ચે પણ કોઇ ભેદ ન સંવેદાય એટલી હદે આત્મામાં
પડેલા પરમતત્વમાં મગ્ન થઈ જવું તે મહાધ્યાન ! • ઉપયોગરૂપ ચીપિયા દ્વારા કેવળ શુદ્ધ આત્મસ્વરૂપને ગ્રહણ કરતી, શુદ્ધચે
તન્યમાં જ સાહજિક રીતે વિશ્રાન્ત થતી એકાગ્રચિત્તવૃત્તિ એટલે ધ્યાન. • આ રીતે અનેક પ્રકારનું ધ્યાનનું સ્વરૂપ સમજી અને સંવેદી ત્યાર બાદ જડ
પ્રત્યેના રાગના અને જીવ પ્રત્યેના દ્વેષના જે અનાદિકાળના કોલાહલો છે તેને શાંત કરી ચિત્તવૃત્તિને ધ્યેયમાં સ્થિર કરીને જે સમત્વમય ધ્યાન થાય તે મોક્ષપ્રાપક શ્રેષ્ઠ ધ્યાન. બાકી ધ્યાનનો કેવળ ડોળ-આડંબર. એમ અંતરમાં સમજી રાખવું. ભોજન-પાણી આદિ જીવનનિર્વાહની પ્રવૃત્તિમાં પણ “હું શુદ્ધ આત્મા છું. અનંતગુણમય આત્મસ્વરૂપને મારે પ્રગટાવવું છે, આત્માના સાત્ત્વિક આનંદને મારે અનુભવવો છે'-આવા પ્રકારનું લક્ષ્ય, પ્રણિધાન સતત કેળવી રાખવું. ઉપયોગમાં સતત આત્માને લાવ્યે રાખવો તે સ્થૂલઉપયોગપ્રધાન પ્રાથમિક આત્મધ્યાન છે. અવકાશનો સમય મળે ત્યારે સ્થિર ચિત્તથી નિર્મળ હૃદયે વીતરાગતાસર્વજ્ઞતા વગેરે ગુણોના સ્મરણપૂર્વક અરિહંત કે સિદ્ધની પ્રતિકૃતિ-આકૃતિ ઉપર દ્રષ્ટિને સ્થિર કરવી તે બાહ્ય આલંબનપ્રધાન સાકાર ધ્યાન. આ રૂપ
ધ્યાન તરીકે ઓળખાય છે. ત્યાર બાદ આડુંઅવળું જોયા વિના, બંધ આંખે, પ્રસન્નતાપૂર્વક, સુખાસ
નમાં રહીને, શાંત અને સ્થિર ચિત્તથી પરમાત્માની પ્રતિકૃતિને લક્ષ્યમાં પરમ આનંદનું મંગલ દ્વાર – ૧૩ -