________________
લઇ “હું પણ પરમાત્મા જ છું. મારામાં પણ રાગદ્વેષ નથી..' ઇત્યાદિ રાગાદિથી શૂન્ય પુણ્ય-પાપમુક્ત પરમાત્માના સ્વરૂપનું અને તેનાથી અભિન્ન એવા પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું-આ બૌદ્ધિક ઉપયોગપ્રધાન સાકાર ધ્યાન છે. ત્યાર બાદ “હું શુદ્ધાત્મા છું'-એમ પ્રશસ્ત શબ્દોમાં ભાવ પરોવીને, તે શબ્દના અર્થને સમજી લક્ષમાં રાખી, તે સ્વરૂપે થઇને, સ્થિર ચિત્તે “હું શુદ્ધ આત્મા છું' એમ બોલે, ઘૂંટે, પછી ચૂલ શબ્દનું આલંબન છોડીને મૌન થઇ મનમાં સૂક્ષ્મભાવે રટણ કરે. પછી રટણનું આલંબન પણ છોડી માત્ર સ્મરણ કરે. ત્યારબાદ સ્મરણનો સહારો પણ છોડી દઇ તે શબ્દના ભાવમાં ધીરજપૂર્વક સ્થિર થાય, પોતાના સ્વરૂપમાં આવી જાય તે શબ્દપ્રધાન ઉપયોગમય ધ્યાન કહેવાય છે. શબ્દપ્રધાન ઉપયોગમય ધ્યાનમાંથી પસાર થયા પછી “આત્મા એ જ હું'આ રીતે અંતરમાં સ્થિર-દઢ પ્રણિધાન જીવંત બને તે સૂક્ષ્મ ઉપયોગપ્રધાન ધ્યાન કહેવાય. ત્યાર બાદ પોતાના જ શરીરમાં રહેલ શુદ્ધઆત્માને લક્ષમાં રાખીને “હું તો દરેકનો સાક્ષીમાત્ર છું, રાગ-દ્વેષથી મુક્ત છું'-આવું ભાવનામય ઉપયોગલક્ષી ધ્યાન આવે. જીવનવ્યવહારમાં “હું શરીર નહીં, પણ આનંદમય આત્મા છું'-આવી ભાવનાપૂર્વક દરેક ક્રિયાના અવસરે આત્મભાવમાં રહેવાનો અભ્યાસ પડે છે. આના પ્રતાપે શુદ્ધઆત્મદ્રવ્યમાં ઉપયોગ અને પરિણતિ ઠરે તો ભાવનામય જ્ઞાનયુક્ત ધ્યાન ખરા અર્થમાં પ્રગટ થાય. આ ધ્યાનથી ભાવિત થયા પછી આડાઅવળા વિચારવાયુને ઉપાદેયભાવે વળગ્યા વિના બધા વિકલ્પોને જાણનાર એ જ હું'-આ પ્રમાણે અર્થપ્રધાન ઉપયોગમય ધ્યાન આવે. સ્થિરતાપૂર્વક ઉદાસીનદશાના અભ્યાસ દ્વારા મનના સંકલ્પોની અને વિકલ્પોની અસરમાંથી વાસ્તવિક રીતે મુક્ત થવામાં આવે તો પ્રસ્તુત અર્થપ્રધાન = પરમાર્થપ્રધાન ધ્યાન પ્રગટે. ત્યાર બાદ તમામ અવસ્થામાં “સોડહં” આવા પ્રકારના તીક્ષણ ઉપયોગ પ્રધાન જીવંત ધ્યાન આવે. તેના દ્વારા સર્વભાવોથી ઉદાસીન પરિણતિ આત્મસાત્ થાય છે.
જેને ધ્યાન માર્ગ