________________
ઉક્ત એકાગ્રવિચાર સ્વરૂપ ધ્યાન પછી મન શાંત-પ્રશાંત-ઉપશાંત બને તો તમામ વિકલ્પ છૂટીને આત્મઉપયોગસ્થિરતાસ્વરૂપ નિર્વિકલ્પ ધ્યાન થાય. બાકી, કલ્પના થાય, ઉપલક વિચાર તરંગો થાય, ધ્યાન તો ન જ થાય. જે પણ વિચારમાં એકાગ્ર થઇ ઊંડા ઉતરવાથી આત્મજ્ઞાન બલવાન થતું
હોય, વીતરાગદશા વિકસિત થતી હોય તો તે તમામ વિચારો ધ્યાન જ છે. - રાગ-દ્વેષ વિના તત્ત્વચિંતન કરતા-કરતા જ્યારે આત્મા, આત્મગુણ...
વગેરે કોઇ એકવસ્તુમાં ઉપયોગ રોકાય, સ્થિર રહે તો ધર્મધ્યાન જ છે. શરીરમાં રહેલો આત્મા, શરીરથી તદ્દન ન્યારો છે. આવું સતત ભાસ્યા કરે, મનની એકાગ્રતાપૂર્વક દેહાદિભિન્ન આત્મા સતત અનુભવાય તે એક પ્રકારનું પરમધ્યાન જ છે. પોતાની ચિત્તવૃત્તિને અખંડપણે આત્મામાં રાખવી, આત્માને ઉપાદેયપણે ઓળખવો તે ધ્યાન જ છે. જેમ વિષયો ઉપરના રાગને કારણે ચિત્તવૃત્તિ વિષયોને ઉપાદેય માની તેમાં તન્મય થઇ જાય છે, તેવી તન્મયતા જ્યારે આત્મામાં સધાય ત્યારે ધ્યાન થાય છે. વાસ્તવિકદ્રષ્ટિએ સર્વકર્મશૂન્ય, વિકલ્પશૂન્ય, પરમાર્થથી પરમાનંદમય, શાશ્વતચેતન્યસ્વરૂપ પરમાત્મામાં જ મનોવૃત્તિનો પ્રવાહ નિરંતર સહજપણે વહે છે, રહે છે-તે છે શુદ્ધનયની દ્રષ્ટિએ મહાધ્યાન. મનના વિકલ્પો, દેહ, ઇન્દ્રિય, મન વગેરે હું નથી, આવા પ્રકારની ભાવનાને હૃદયસ્થ કરી શુદ્ધ આત્મામાં તાદાભ્યની = અભેદની બુદ્ધિ કરવી, તે બુદ્ધિને સ્થિર રાખવી તેનું નામ ધ્યાન. શેય આખી દુનિયા છે. તેના કરતા જ્ઞાતા એવો આત્મા જુદો છે-આ ભેદવિજ્ઞાનને આત્મસાત્ કરવા દ્વારા શાંત થયેલી પરિણતિને આત્મામાં લીન બનાવી દેવી તેનું નામ ધ્યાન. દેહના ગુણધર્મોની ઝાઝી ચિંતા કર્યા વિના આત્માના ગુણો પ્રત્યેનું લક્ષ્યનું સ્થિરીકરણ = આત્માના ગુણો પ્રગટાવવા માટે લક્ષ્યને સ્થિર કરવું, દેહ પ્રત્યેનો ઉદાસીનભાવ અને આત્મા પ્રત્યેનો આદરભાવ તે જ ધ્યાન. શેયને જાણી રાગ-દ્વેષ કરવાના બદલે માત્ર જ્ઞાતા એવા આત્માને જાણી રાગ-દ્વેષથી મુક્ત એવું ચિત્ત બનાવવું, ચિત્તવૃત્તિને રાગ-દ્વેષના ખળભનાટથી રહિત બનાવવી તેનું નામ ધ્યાન.
જેને ધ્યાન માર્ગ