Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 22
________________ પછી જ શક્ય છે. સમ્યગ્દર્શન આત્માના સાક્ષાત્કાર વિના કદાપિ પ્રગટતું નથી. અહીં વ્યવહારસમ્યકત્વનો અધિકાર નથી. પરંતુ નિશ્ચયિક સમ્યગુદર્શન અધિકૃત છે. આત્માની, સુખના ભંડારની, અદ્ભુત આનંદની અનુભૂતિ થયા બાદ જીવનું વલણ લગભગ અંતર્મુખી બને. બહારની ચીજવસ્તુઓ ઉપર ઉપયોગ ન વહેતા અંદર તરફ, આત્મા તરફ વળે. આથી, આ અવસ્થામાં જીવને સહજ ધ્યાન પ્રાપ્ત થઇ જાય છે. બહુ વિશેષ પ્રયત્ન કરવો નથી પડતો, કારણ કે અંદર આત્મા અનુભવાઇ ગયો છે. અંદર આત્મામાં ઠરતી વખતે જીવ વિવિધ પ્રકારના આલંબનો લેતો હોય છે. તેમાં જો આજ્ઞાના આધારે અર્થનો નિશ્ચય કરે, અને તેમાં એકાગ્ર થાય તો પ્રસ્તુત ધર્મધ્યાન થાય. આત્માના આનંદમાં જેટલું પ્રબળ રીતે ડૂબાય તેટલું મન અંતર્મુખ થાય, અને પદાર્થોની જેટલી સૂક્ષ્મતા હોય તેટલું મન એકાગ્ર થાય. આવા પ્રકારની અંતર્મુખી + એકાગ્ર ચિત્તવૃત્તિ તે જ શુભધ્યાન, ધર્મધ્યાન. હવે, ધર્મધ્યાનના બીજા ભેદને જોઇએ - ૨) અપાયવિચય - સન્માર્ગથી મૃત થતા, પડી જતા, અસન્માર્ગનો (ઉન્માર્ગનો) આશ્રય લેતા જે અપાયો = નુકશાન થાય તેનું ચિંતન કરવું, મનને તેમાં એકાગ્ર કરવું તે અપાયરિચય ધર્મધ્યાન. “સન્માર્ગથી શી રીતે હું ભ્રષ્ટ ન થાઉં ? આ ભોગવિલાસમય વાતાવરણમાં મારા ચિત્તને શી રીતે હું નિર્મળ રાખું ? અનીતિથી સંપૂર્ણતયા વ્યાપ્ત વર્તમાન બજારમાં શી રીતે મારી ચાદર ચોક્ખી રાખું ?' .. ઇત્યાદિવિચારોમાં મનને તદાકાર કરી દેવું તે જ આ ધર્મધ્યાનરૂપ છે. આ સ્થૂલવિચારો છે “રાગ-દ્વેષથી ગ્રસ્ત એવો મારો વર્તમાનકાલીન આત્મા વાસ્તવમાં તો રાગ-દ્વેષથી સર્વથા મુક્ત છે. રાગ-દ્વેષનો એક અંશ પણ એના ઉપર નથી. તો શી રીતે મારા એ મૂળભૂત સ્વરૂપને પ્રગટાવવું ? રાગ-દ્વેષના નિમિત્તો મલવા છતાં કેવી રીતે મારે તેમાં પણ અલિપ્તતા ટકાવી રાખવી ?' - આવી શુદ્ધ-બુદ્ધ સ્વભાવને નજરમાં લઇને થતી વિચારણા પણ પ્રસ્તુત શુભધ્યાન જ છે. આ સૂક્ષ્મવિચારણા કહી શકીએ. “અનીતિ હું કરી બેસીશ તો આ લોકમાં અને પરલોકમાં-બન્ને જગ્યાએ મારે અપકીર્તિ, અપયશ, દારિત્ર્ય.. વગેરે દુઃખો સહેવા પડશે. થોડા વર્ષોની જીંદગી માટે શા માટે મારો ભવભવનો સંસાર દુઃખથી કલુષિત કરી દેવો ? મોક્ષથી દૂર ચાલ્યા જવું ?' ઇત્યાદિ સન્માર્ગથી ભ્રષ્ટ થવાના, અસન્માર્ગને લેવાના અપાયોનું એકાગ્રચિંતન તે આ અપાયરિચય ધર્મધ્યાન. થોડું સૂક્ષ્મતાથી વિચારીએ તો “રાગ-દ્વેષ મારા પરમ શત્રુ છે. અનાદિ કાળથી સંસારમાં પરમ આનંદનું મંગલ દ્વાર – ૭ –

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86