Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 20
________________ વખતની સંક્લિષ્ટપરિણતિ કરતા જાનમાલને નુકશાન કરતું જૂઠાણું બોલતી વખતની સંક્લિષ્ટપરિણતિ અતિનિમ્ન કક્ષાની હોય-તેવું મહદંશે જોવા મળે જ છે. જૂઠાણું બોલવાના પ્રથમ વિચારથી જ રૌદ્રધ્યાન શરૂ થઇ જાય છે. ૩) સ્તેયાનુબંધી - પૂર્વના બે રૌદ્રધ્યાનની જેમ જ ચોરી કરતી વખતે જે સંક્લિષ્ટ પરિણતિ પ્રગટે તેને પ્રસ્તુત રૌદ્રધ્યાન કહેવાય. વિશેષ વિચારણા પૂર્વની જેમ જ સમજવી. લગભગ ચોરી મોટી-મોટી થતી જાય તેમ તેમ રોદ્રધ્યાન પણ તીવ્ર-તીવ્રત૨ કક્ષાનું થતું હોય છે. ૪) વિષયસંરક્ષણાનુબંધી - મનગમતા વિષયોની સુરક્ષા ખાતર પરવ્યક્તિ પ્રત્યે પ્રગટતી દ્વેષની લાગણી, વિષયોની સુરક્ષા માટેની સંક્લિષ્ટ પરિણતિ તે જ પ્રસ્તુત રૌદ્રધ્યાન. મનગમતા બંગલા, કપડા, ફર્નિચ૨ વગેરેને જ્યારે નુકસાન પહોંચે ત્યારે નુકસાન કરનાર ઉપર જે ક્રોધમય, દ્વેષમય ધિક્કારની લાગણી પ્રગટે છે તે જં આ રૌદ્રધ્યાન છે. પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો ઉપ૨ની તીવ્ર આસક્તિ આવા રૌદ્રધ્યાનને જન્માવે છે. મનગમતા વિષયો ચાલ્યા ન જાય તે માટેની, તથા તે ચાલ્યા જાય ત્યારે પ્રગટતી દ્વેષમય પરિણતિ આર્ત્તધ્યાન કહેવાય. પણ, મનગમતા વિષયોની સુરક્ષા માટે, તેને જફા પહોંચાડનાર કે પહોંચાડવાની શક્યતાવાળી વ્યક્તિ પ્રત્યે જે ધિક્કાર છે તે પ્રસ્તુત રૌદ્રધ્યાન છે. નુકશાન કરનાર વ્યક્તિ ઉપર જે ધિક્કાર પ્રગટ્યો છે, તે જેટલો તીવ્ર તેટલું રૌદ્રધ્યાન તીવ્ર. જો નુકશાન પહોંચાડનાર વ્યક્તિને માત્ર ખખડાવી, તો રોદ્રધ્યાન થોડું મંદ, તેની મારપીટ કરી તો રૌદ્રધ્યાન તીવ્ર, જાનથી મારી નાંખવા સુધી વાત પહોંચે તો તીવ્રતમ. મતલબ કે ખખડાવવા સુધીની પરિણતિ તે તીવ્ર રૌદ્રધ્યાન, મારપીટ ક૨વાની ઉત્તેજના ક૨ાવતી પરિણતિ તે તીવ્રત૨ રૌદ્રધ્યાન, મારી નાખવાના અધ્યવસાય તરફ લઈ જતી લાગણી તે તીવ્રતમ રૌદ્રધ્યાન. લગભગ આવા પ્રકારનો ક્રમ જોવા મળતો હોય છે. ક્યારેક તેમાં ફેરફાર પણ સંભવી શકે છે. આ રીતે તિર્યંચગતિનું કારણ જે આર્ત્તધ્યાન અને નરકગતિનું કારણ જે રોદ્રધ્યાન-તે બન્નેની વાત આપણે જોઇ ગયા. આ બન્ને ધ્યાન હેય છે, છોડવા યોગ્ય છે. હવે ઉપાદેય એવા બે ધ્યાનનો પરિચય કરીએ. પરમઆનંદનું મંગલ દ્વાર ૫

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86