________________
શ્રી પાંડવ ચરિત્રમ્
(પ્રથમ સર્ગ)
આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઋષભદેવના સો પુત્રો હતા. તેમાં એક પુત્ર કુરુ નામે હતો. તેના નામથી તે ક્ષેત્ર કુરુક્ષેત્ર નામથી પ્રસિદ્ધ થયું. તેને હસ્તિ નામે પુત્ર હતો. તેણે હસ્તિનાપુર નામનું નગર સ્થાપ્યું. તે કેવું હતું, તેનું વર્ણન કરતાં કહે છે કે તે નગર શ્રેષ્ઠ એવા કિલ્લાઓથી ઢંકાયેલું, ચારે બાજુ સુંદર દરવાજા અને ખાઈઓથી શોભતું, ચારે દિશાઓમાં તોરણોથી નાની નાની વાવડીઓ, કૂવા, તળાવો, સરોવર વાટિકાઓ (ઉદ્યાનો)થી સુંદર સુંદરતમ્ શોભતું પૃથ્વીરૂપ સ્ત્રીના કપાળમાં રહેલા તિલકની જેમ ઉપમાને પામતું નગરના ગુણના અવસરે પંડિતો વડે સ્તુતિ કરાતું શોભી રહ્યું છે.
જે નગરમાં દરિદ્રતાનું જ દરિદ્રપણું છે અર્થાત્ દરિદ્ર કોઈની નજરે ચડતું નથી, અધર્મનું જ પીડન છે. એટલે કે અધર્મ જ નથી, ભયને જ ભય લાગી ગયો છે. એટલે કે ભય જ ભાગી ગયો છે (ભય જ નથી), અન્યાય-અનીતિનો નિગ્રહ કરાયો છે, બીજાનો નહિ. એટલે કે અન્યાય સિવાય જ્યાં બીજા કોઈને પકડવામાં આવ્યા નથી. સર્વ ગુણો વડે સુંદરતા ઝળકી રહી છે.
તે નગરમાં હસ્તિરાજાની વંશપરંપરામાં મહાશક્તિશાળી લાખો રાજાઓ થયા છે. ક્રમે કરીને એ જ વંશમાં સનસ્કુમાર નામના ચક્રવર્તી થયા. જેણે વૈરાગ્યરૂપ ઔષધ વડે દ્રવ્યરોગોની અને ભાવરોગોની ચિકિત્સા કરી હતી. તેવી રીતે આ જ વંશમાં જેમણે દુશ્મનોને ત્રાસ પમાડ્યો છે, તેવા શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ભગવાન ચક્રવર્તી અને ધર્મચક્રવર્તી (તીર્થકર) પણ થયા હતા. (એટલે કે બંને પદવીને ધારણ કરનારા થયા હતા.) એ પ્રમાણે અસંખ્યાતા રાજાઓ થયે છતે તેમાંથી કેટલાક મોક્ષે ગયા. કેટલાક સ્વર્ગમાં ગયા. તે પછી અનુક્રમે ચક્રવર્તી સરિખા પ્રભાવશાળી અનંતવીર્ય નામે રાજા થયો. તેને મહાબલી કૃતવીર્ય નામનો રાજા થયો, તેનો પરશુરામનો દુશ્મન સુભમ નામનો ચક્રવર્તી થયો. એ પ્રમાણે અનેક રાજાઓ થયા. પછી પ્રશાંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org