Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

Previous | Next

Page 10
________________ સંપાદકીય નિવેદન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ વર્તમાનકાળમાં જૈન શ્વેતામ્બર સંપ્રદાયમાં કર્મવાદને લગતા જે આગમો અને જે ગ્રંથો મળે છે તેમાં પ્રસ્તુતગ્રંથનું મુખ્ય સ્થાન છે એ હકીકત કર્મસિદ્ધાંતના જાણનારાઓથી અજાણ નથી. ભારતીય દરેક દર્શનમાં કોઈ ને કોઈ રીતે ઓછા કે વધુ પ્રમાણમાં કર્મવાદનું સ્થાન ગોઠવાયેલું છે પરંતુ જૈનદર્શનમાં જેમ સ્યાદ્વાદ અહિંસાવાદ આદિનું જેટલું વિસ્તૃત અને વ્યવસ્થિત સ્વરૂપ છે તેવું જ વિસ્તૃત અને વ્યાપક પ્રમાણમાં કર્મવાદનું સ્થાન રહેલું છે. તેવું કર્મવાદનું સ્થાન અન્ય કોઈ દર્શનમાં જોવા મળતું નથી. આ હકીકત નક્કર હોવા છતાં જૈનદર્શન કેવલ કર્મવાદને જ માને છે એ માન્યતા ભૂલભરેલી છે. કેમકે કર્મવાદની જેમ આ દર્શન કાળ, સ્વભાવ, નિયતિ અને પુરુષાર્થ આ ચાર વાદોને પણ તેટલું જ મહત્ત્વ આપે છે અને ભિન્ન ભિન્ન કાર્યોમાં તેઓમાંના કોઈ એકને મુખ્ય રાખી બાકીનાઓને ગૌણ તરીકે સ્વીકારે છે. જૈનદર્શનમાં ઘણાખરા આગમોમાં છૂટક છૂટક કર્મને લગતી વિચારણાઓ જોવા મળે છે પરંતુ હાલમાં જેનો વિચ્છેદ છે તે દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં કર્મપ્રવાદ નામના સંપૂર્ણ પૂર્વમાં અને અગ્રાયણીય નામના પૂર્વના કેટલાય ભાગોમાં સાંગોપાંગ સવિસ્તૃત વિચારણાઓ ક૨વામાં આવેલ છે અને તે જ પૂર્વશ્રુતના આધારે પૂજ્ય ચન્દ્રર્ષિ મહત્તરાચાર્યે ૯૯૧ ગાથા પ્રમાણ આ પંચસંગ્રહ મૂળ ગ્રંથની અને તેના ઉપર લગભગ નવથી દશહજાર શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ ટીકાની રચના કરેલી છે અને પૂજ્ય આચાર્ય મલયગિરિજી મહારાજ સાહેબે અઢાર હજાર શ્લોક પ્રમાણ ટીકા રચેલ છે. પ્રસ્તુત ગ્રંથના કર્તા આચાર્ય શ્રી ચન્દ્રમહત્તરાચાર્ય ક્યારે થયા ? અને તેઓશ્રીએ બીજા કોઈ ગ્રંથો રચેલ છે કે નહિ તે બાબત ખાસ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. માત્ર સ્વોપન્ન ટીકાના અંતે પ્રશસ્તિમાં પોતે ‘પાર્શ્વર્ષિના શિષ્ય ચન્દ્રર્ષિ નામના સાધુ વડે' આટલો ઉલ્લેખ મળે છે પણ તેઓશ્રી મહત્તરપદથી વિભૂષિત હતા એમ કેટલાય સ્થળે જોવામાં આવે છે અને મહત્તર શબ્દ વીરની નવમી દશમી સદીમાં વધારે પ્રચલિત હતો તેથી તેઓશ્રી નવમી તથા દશમી સદીમાં થયેલ હશે અને મહત્તર પદથી વિભૂષિત હશે એમ અનુમાન કરી શકાય છે. ટીકાકાર પૂજ્ય આચાર્ય મલયગિરિજી મહારાજ સાહેબનું પણ સ્પષ્ટ જીવનચરિત્ર ચાંય જોવામાં આવતું નથી પણ આ આચાર્ય મહારાજ કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમકાલીન હતા અને તેઓશ્રીએ સરસ્વતીદેવીની આરાધના કરી આગમો તથા પ્રકરણાદિ ઉપર ટીકા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 858