________________
આજે વર્ષોથી શ્રાવણ સુદ-૨ થી હજારો ભાવુકોએ ભાવપૂર્વક તે અનુષ્ઠાન આરાધ્યું છે. અને શ્રી નવકારના વિવિધ અચિંત્ય પ્રભાવમાં આત્મ-સમર્પણ કર્યું છે. સમયના પર્યાન્તરમાં શાશ્વતધારા ટકાવવાનું ભગીરથ કાર્ય શ્રી નવકાર કરે છે. જૈન સમુહના તમામ ફિરકઓને એકસુત્રથી બાંધવાનું કાર્ય પણ આ શ્રી નવકાર દ્વારા જ શક્ય છે. અરે ! આગળ વધીએ તો વિશ્વના તમામ ચૈતન્યને અસર કરનાર કોઇ દિવ્ય શસ્ત્ર હોય તો માત્ર શ્રી નવકાર મહામંત્ર જ છે. લઘુબંધુ અને આત્મિય વિનેય આ. શ્રી હેમચંદ્ર સાગર સૂ.ના શિષ્ય ગણી શ્રી નયચંદ્ર સાગરજી એ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા સમયે સમયે નવકાર વિષયક નાની પુસ્તિકાઓ- કાર્ડો આદિ પ્રકાશીત થયું તેનું સંકલન કરવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં – નવકાર વિષયકો પ્રશ્નોત્તરી - નવકાર મહામંત્રો સામાન્ય પરિચય – નવકારમાં “T' બોલવો કે ‘’ ? તેની સુંદર તાર્કિક ચર્ચા – જપ ધ્યાન પદ્ધતિ - અક્ષર ધ્યાન પદ્ધતિ નવકારવાળી ગણવાની – આસન - દિશા - સમયની ચોક્કસાઇ આદિની માહિતિ તથા ભાવ ઉપજાવનારા ગીતો આદિનો સમાવેશ થયો છે. નવકારની આરાધના કરનારને આલંબનમાં ઉપયોગી થઇ શકશે. તે નિઃસંદેહ વાત છે. પૂજ્યપાદ તારક ગુરુદેવશ્રીની કરુણા દ્વારા જ શ્રી નવકાર જેવા દિવ્યતત્વની ઓળખ થઇ શકે છે. તેઓ પ્રત્યે કૃતજ્ઞ રહી શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષરની પૂજા – શ્રદ્ધા – જાપ - મનન ચિંતન કરી પુણ્યાત્માઓ પરમેષ્ઠિમય બને અને આત્મકલ્યાણ સાધે તેવી શુભભાવના...
પૂ. પં. તારક ગુરુદેવશ્રી અભયસાગરજી મ. ના ચરણસેવક
આ. અશોકસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org