________________
આ.૨
યુગદશી આચાર્ય (જીવન-પરિચય)
યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ત્યારે મુંબઈમાં બિરાજતા હતા. વિ॰ સ૦ ૨૦૧૦ ના ભાઈખીજને દિવસ તેઓશ્રીના ૮૪મા જન્મદિવસ હતા. અને એ નિમિત્તે મુંબઈની ૭૩ સંસ્થા તરફથી એક માટે! સમાર ંભ ચેાજવામાં આવ્યા હતા. એ મગલમય પ્રસંગે, જાણે પોતાની ૬૮ વર્ષ જેટલી દીધું આત્મસાધનાનું નવનીત જનતાને આપતા હોય એ રીતે, તેએએ પેાતાના અંતરની લાગણીને વાચા આપતાં આત્મવિશ્વાસપૂર્વક કહ્યુ હતું, કે—
“હું ન જૈન છું, ન બૌદ્ધ, ન વૈષ્ણવ છું, ન શૈવ, ન હિંદુ છું, ન મુસલમાન; હું તો વીતરાગ દેવ પરમા ત્માને શેાધવાના માર્ગે વિચરવાવાળા એક માનવી છું, યાત્રાળુ છું. આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તે સૌથી પહેલાં પોતાના મનમાં જ થવી જોઈએ.”
17
યુગી આચાય