Book Title: Nishadh Pati
Author(s): Mohanlal Chunilal Dhami
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 6
________________ બે બેલ! “નિષધપતિ' એક પૌરાણિક કથા વસ્તુ પરથી આલેખાયેલી નવલકથા છે. ભૂતકાળ તરફ નજર કરતાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અનેક કવિઓએ નળ-દમયંતીના જીવન વહેણને સ્પર્શતાં કાવ્યો, ચરિત્રો, નાટક વગેરે આલેખેલાં છે. ભગવાન વ્યાસ પણ નળ દમયંતીના જીવનવહેણની ઉપેક્ષા કરી શક્યા નથી.એટલું નહિ પણ વિવિધ થાનકમાં પણ નળ દમયંતીના પ્રસંગે ઝીલવામાં આવ્યા છે. જૈન સાહિત્યમાં તે નળ દમયંતીના જીવન વહેણને ખૂબ જ ઝુલાવવામાં આવેલ છે. નલાયન, નળ ચરિત્ર, નળપાખ્યાન, નૈષધીય ચરિત્ર, નળ વિલાસ નાટક, નળ વિકમ નાટક, નળોદય કાવ્ય, નળાદય ચરિત્ર, દમયંતી ચરિત્ર, દમયંતી પ્રબંધ, નળ દમયંતીને રાસ, વગેરે ઘણું ગ્રંથ જૈન કવિઓએ ભૂતકાળમાં આલેખેલા છે. આ બધા ગ્રંથમાં “નળાયન” નામના ચાર હજાર ને પચાસ શ્લોકના કાવ્યસભર ગ્રંથ પર મારું હૈયું આકર્ષાયું. પૂર્વાચાર્ય શ્રી માણિકદેવ સૂરિએ રચેલું નળાયન નામનું મહાકાવ્ય મારા અંતઃકરણને ઝણઝણાવી ગયું. પ્રસ્તુત નવલા મેં એ કાવ્યને સામે રાખીને લખી છે. કાવ્યમાં આવતાં રસભર વણને મારે ક તે છેડવાં પડયાં છે અથવા ટુંકાવવાં પડ્યાં છે. કારણકે કવિ અને લેખકની મર્યાદાઓ વચ્ચે ઘણું અંતર હોય છે. કવિ પિતાના કાવ્યમાં ખીલી ઉઠે છે. જ્યારે કથાલેખકને પોતાના વર્તુળને નિહાળવું પડે છે. આમ છતાં મહાકવિની ભાવનાને મારા હાથે દ્રોહ ન થાય તેની ખૂબ જ કાળજી મારે રાખવી પડી છે. સમગ્ર કથા જૈન ઈતિહાસમાંથી લીધી હોવાથી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 370