________________
જયાં સુધીના લોકમાં ફેલાઈને રહેલા છે ત્યાં સુધીના આકાશક્ષેત્રને ૧૪ રાજલોક' પ્રમાણ કહેવાય છે. જીવ અને પુદ્ગલ બન્ને ગતિ કરવાના સ્વભાવવાળા હોવા છતાં ૧૪ રાજલોકની બહાર એક પણ જીવ કે પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ નથી પણ ફકત ૧૪ રાજલોકમાં જ સર્વત્ર જીવ-પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ છે. કેવલી ભગવંત પણ જયારે સમુદ્ધાત કરે ત્યારે નાભિના આઠ રુચક પ્રદેશોને મેરૂ પર્વતના મધ્ય ભાગ ૫ જે આઠ રુચક પ્રદેશો છે જયાંથી દિશા-વિદિશા નીકળે છે ત્યાં આત્માના પ્રદેશોને સ્થાપન કરે અને ૧૪ રાજલોકના એક એક પ્રદેશ પર એક એક આત્મપ્રદેશોને ગોઠવે અર્થાત્ ૧૪ રાજલોકના સમગ્ર આત્મપ્રદશો પર વ્યાપે છે. પણ આલોકમાં એક પણ આત્મપ્રદેશ જતું નથી. આથી લોકની બહાર એકપણ સૂક્ષ્મ કે બાદર જીવ નથી, તેથી જે આત્માઓ સર્વ કર્મથી રહિત જેવા થાય તેવા તરત જ એક જ સમયમાં ગતિ કરીને સીધા સરળ ગતિએ લોકાન્ત પર પહોંચી લોકાન્તને સ્પર્શીને રહે છે, પણ અલોકમાં જઈ શકતા નથી કારણ કે ત્યાં ગતિ કરવામાં સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય નથી.
આઠ રુચક પ્રદેશો સંપૂર્ણ શુદ્ધ છે તો તેનો અનુભવ કેમ થતો નથી
આત્માના આઠ રુચક પ્રદેશો સિવાયના બાકીના અસંખ્ય પ્રદેશો આઠ કર્મથી યુક્ત હોવાથી અશુદ્ધ છે અને તે બધા પ્રદેશો સાથે સંલગ્ન અખંડ રીતે જોડાયેલા છે. સર્વાત્મ પ્રદેશો સાથે કાર્ય કરે છે તેથી આત્માના એક પ્રદેશમાં લોકાલોકમાં ન માય તેટલું સુખ હોવા છતાં જયાં સુધી આત્માના સુખ (આનંદ) ને રોકનાર મોહ સર્વથા નાશ ન પામે ત્યાં સુધી આત્મસુખની અનુભૂતિ ન થાય.
જ્ઞાનના ઉપયોગમાં દર્શન પ્રથમ આવવું જોઈએ. મોક્ષમાર્ગ પણ દર્શનથી જ શરૂ થાય છે. પ્રથમ શુદ્ધ વ્યવહાર આવે એ પછી નિશ્ચય આવે. જે વ્યવહાર મૂકાયો છે તે નિશ્ચય માટે જ મૂકાયો છે તેવી અપૂર્વ શ્રદ્ધા જોઈએ, તો જ વ્યવહારથી નિશ્ચય ધર્મ પામી શકાય. વ્યવહારથી પ્રથમ પરમાત્માના દર્શન મૂક્યાં અને નિશ્ચયમાં આત્માના દર્શન મૂકયા અર્થાત્ વ્યવહારથી દેહ-પ્રતિમાના દર્શન જે વીતરાગને સૂચવનાર છે તેમાં નિશ્ચયથી આત્મ દ્રવ્યમાં રહેલા ગુણોના દર્શન કરવાના છે.
આત્મદ્રવ્ય કેવું છે?
અસંખ્ય પ્રદેશી, અખંડ, અવિનાશી, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ. આ આત્માનું મૂળ સ્વરૂપ છે.
અજીવ તત્ત્વ | 7