________________
જોઈએ. આથી પરમાત્માની આજ્ઞાનો સાચો ઉપાસક ભાવસાધુ જ છે જેમને આ જ મહત્ત્વની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરવાનો હોય છે કે કોઈપણ જીવને હણવો નહી, હણાવવો નહીં અને હણતાની અનુમોદના પણ કરવી નહીં. આથી સાધુ જ પૂર્ણ અહિંસામય જીવન જીવી શકે અર્થાત્ સર્વ જીવો સાથે સાચા અર્થમાં મૈત્રીપૂર્વક વર્તી શકે. સાધુની પણ મુખ્ય વ્યાખ્યા તે જ છે કે, સહાય કરે તે સાધુ અથવા સર્વ જીવો સાથે સમભાવ પૂર્વક વર્તે તે મોક્ષમાર્ગની સ્વયં આરાધના કરે અને મોક્ષમાર્ગની આરાધના કરતા જીવોને સહાય કરે તે સાધુ. એ જ રીતે સર્વ જીવોને સમદ્રષ્ટિથી જુએ અને તે જ પ્રમાણે વર્તન કરે તે સાધુ. અધર્માસ્તિકાયનો સ્વભાવ છે કે સ્થિરતા કરવાની ઈચ્છાવાળા જીવને અને પુગલને તેના એક સ્થાને સ્થિરતા કરવામાં તે પોતાનું સ્વરૂપ છોડવા વિના સહાય કરે છે તો આપણે પણ તે રીતે આપણા સમતા આનંદ સ્વભાવમાં સ્થિર થઈને બીજા આત્માઓને પણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોમાં અને શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરવામાં સહાયક બનવું જોઈએ. જે સ્વ સ્વભાવમાં સ્થિર થઈ શકે તે સ્થિરતાની ઈચ્છા કરનાર ભવ્યાત્માઓને સ્થિર થવામાં સહાયક બની શકે.
આત્મામાં સ્થિરતા પામવા શું જરૂરી?:
જેમ રણપ્રદેશમાંથી મધ્યાહ્નકાળે પસાર થતી વખતે ત્યાં સ્થિરતા કરવાની ઈચ્છા થાય અને તે સમયે કોઈ ઘટાદારવૃક્ષ મળી જાય તો જીવ તેની છાયામાં જઈ સ્થિર થઈ શકે, પણ ઝાડની છાયા જીવને પકડી રાખતી નથી પણ જીવ તેની હૈયાતિના કારણે સ્થિર થઈ શકે છે. તેમ અધર્માસ્તિકાયની હાજરીના કારણે જીવ અને પુદ્ગલ કોઈ પણ સ્થાનમાં સ્થિરતા પામી શકે છે પણ કર્મવશ જીવને તે સ્થિરતા અલ્પકાલીન સમય માટે પ્રાપ્ત થાય છે. કાયમી સ્થિરતા તો જીવની લોકાંત પર થાય છે. શુદ્ધાત્માનો સ્વભાવ ઊર્ધ્વગતિ કરવાનો છે પણ જયાં સુધી કર્મના સંયોગવાળો અશુદ્ધાત્મા છે ત્યાં સુધી જુદી જુદી દિશા વિદિશામાં તે ગતિ કરે છે. જે સમયે આત્મા સર્વથા કર્મરહિત થાય છે તે સમયે આત્મા સીધો ઊર્ધ્વગતિ કરી ધર્માસ્તિકાયની હાજરીના કારણે લોકાતે પહોંચે છે, કારણ કે લોકના છેડે ધર્માસ્તિકાય દ્રવ્ય પૂર્ણ થાય એથી આગળ તે ગતિ કરી શકતો નથી તથા જીવને સ્થિરતામાં સહાયક કરનાર અધર્માસ્તિકાય પણ ત્યાં જ છે તેથી ત્યાં જ તે સ્થિરતા કરે છે. લોકાંત સુધી જ અધર્માસ્તિકાયનું અસ્તિત્વ હોવાથી ત્યાં જ શાશ્વત સ્થિરતા
12 | નવ તત્ત્વ