________________
અસર થતી નથી. તેમ આકાશથી પણ કોઈ પણ દ્રવ્યને કંઈ અસર થતી નથી. આમ અવ્યાબાધ એ આકાશ અને આત્માનું સામાન્ય સ્વરૂપ છે. આમ આપણને આત્મ સ્વરૂપની પ્રતીતિ થઈ જાય કે હું આત્મદ્રવ્ય અવ્યાબાધ પીડા રહિત છું અર્થાત્ જેમ અગ્નિ ગમે તેટલું પ્રબળ પ્રજવલિત થાય તો પણ આકાશદ્રવ્યને તેની અસર ન થાય તેમ આત્મદ્રવ્યને પણ પ્રબળ અગ્નિની કે તીણ શસ્ત્રની કોઈ અસર ન થાય, પીડા ન થાય અર્થાત્ આત્મા પીડાથી રહિત છે. આ જ્ઞાનનો નિર્ણય થઈ જાય તો તે પ્રમાણે રુચિ પ્રગટ થાય રુચિ અનુયાથી વીર્થ જેની રુચિ તે પ્રમાણે થવાનો પ્રયત્ન પણ આત્મામાં સહજ થાય. ગજસુકુમાલ મુનિ અગ્નિના ઉપસર્ગમાં પણ ડગ્યા નહીં.:
જેમ વ્યવહારમાં ધન પ્રાપ્તિની રુચિ છે તો ઘન પ્રાપ્તિ માટે ઘર, કુટુંબ, સ્વજન છોડીને દેશ વિદેશ, જંગલાદિમાં પણ સાહસ કરવા સહજ પ્રેરાઈને માનવી પુરુષાર્થ કરે છે. ભોજન પ્રત્યે રુચિભાવ તો ભોજન માટેના પ્રયત્ન પણ સહજ થાય. આમ આત્માના સ્વરૂપની જો રુચિ થાય તો તેને પામવાનો પુરૂષાર્થ પણ સહજ થાય, તેમાં આશ્ચર્યનહીં. આથી
જ ગજસુકુમાલ મુનિને દીક્ષાના પ્રથમ દિવસે સ્વ સ્વરૂપને પામવાની થયેલી તીવ્ર ઝંખનાને કારણે પ્રભુ પાસે પ્રતિમા ધ્યાનની અનુજ્ઞા માંગી, કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા અને તે જ દિવસે સોમિલ બ્રાહ્મણે તેમના મસ્તક પર ખેરના અંગારા ભરી સગડી બનાવી. આમ છતાં આવા ઘોર ઉપસર્ગમાં પણ મુનિએ સમતા સ્વભાવ ન છોડયો, કારણ શું? શું અગ્નિ તેમને બાળી ના શકયો? ના, અગ્નિ શરીરને બાળી શકયું પણ આત્માને નહીં! કારણ આત્મામાં આ અપૂર્વ નિર્ણય થઈ ચૂકયો હતો કે શરીર એ હું નહીં. પરંતુ હું એટલે અક્ષય, અરૂપી, અભેદ્ય, અદાહ્ય, અછેદ્ય એવો આત્મા છું. આથી જે બળે છે તે આત્માથી પર એવી અનાદિની લાગેલી ઉપાધિ બળી રહી છે-ટળી રહી છે. આત્માનો બંધનનો ભાર નીકળી રહ્યો છે તેનો તેમને આનંદ આવ્યો તેથી આર્તધ્યાનરૂપ પીડામય થવાને બદલે પરમાનંદના કારણભૂત પરમ ઉદાસીનતા રૂપ શુક્લધ્યાન પર ચડતા ક્ષપકશ્રેણી માંડી તેમણે ક્ષાયિક પરમાનંદ રૂપ સમતા સ્વભાવ પ્રગટ કર્યો.
10 | નવ તત્ત્વ