________________
દ્રવ્યો કેટલા છે?
પાંચ અજીવ અને એક જીવ એમ કુલ છ દ્રવ્યો છે. પાંચ દ્રવ્યો અરૂપી છે. પુદ્ગલ દ્રવ્ય માત્ર રૂપી છે. વિ: પુકાના: જેમાં ચેતના ન હોય તે અજીવ. જીવ સિવાયના પુદ્ગલઆદિ પાંચ દ્રવ્યો અજીવ (જડ) છે.
(૧) ધર્માસ્તિકાય : ધર્માસ્તિકાય એ અરૂપી એવું ૧૪ રાજલોક વ્યાપી અસંખ્યાત પ્રદેશો અખંડસ્વરૂપી અજીવદ્રવ્ય છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ - જીવ અને જડ (પુદ્ગલને) ને ગતિ કરવામાં સહાય કરવાનો. પુદ્ગલ અને જીવનો ગતિ કરવાનો પોતાનો સ્વભાવ છે પણ ધર્માસ્તિકાયની હાજરી વિના ગતિ કરી શકે નહીં, જેમ માછલી સ્વ વેગે ગતિ કરી શકે છે છતાં પાણી વિના ગતિ કરતી નથી અર્થાત્ જેમ માછલીને ગતિ કરવા માટે પાણીની હાજરી જરૂરી છે તેમ જીવ અને પુદ્ગલ બન્ને ગતિ સ્વભાવવાળા હોવા છતાં તેને ગતિ કરવામાં ધર્માસ્તિકાયની સહાયની જરૂર રહે છે. વિજ્ઞાન પણ ધર્માસ્તિકાયને ‘ઈથર” તરીકે સ્વીકારે છે. ઈ.સ. ૧૯૪૪ પછી આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની દષ્ટિથી ‘ઈથર’ ને અખંડ-અરૂપી રૂપે માન્યું અને લોકને પરિમિત અને અલોકને અપરિમિત સ્વીકાર્યું.
(૨) અધર્માસ્તિકાય : અર્ધમાસ્તિકાય એ પણ ૧૪ રાજલોકમાં વ્યાપીને રહે છે. તે અસંખ્ય પ્રદેશી, અખંડ, અરૂપી એક અજીવ દ્રવ્ય સ્વરૂપે છે. તેનો સ્વભાવ જીવ અને પુદ્ગલને સ્થિરતા કરવામાં સહાયક છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય
6 | નવ તત્ત્વ