Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
નવભારતના ભાગ્યવિધાતા
T
કર્નલ : ધ ગાઇ ઇઝ માઇટી ક્લેવર, ચાલો, એક બીજો ડ્રિક્સ, કેમ
કેવો લાગ્યો ? મહારાજા : પીણું તો સારું છે. ચાલો, એક ફરી રમત માંડીએ. કર્નલ : માફ કરજો, યૉર હાઇનેસ. આજે મારે ઘણાં કામ પતાવવાનાં
છે, એટલે બીજી કોઈ વખત રમીશું. હવે હું જઈશ. પણ આ કેદીનો નિકાલ કરજો. નીચેથી હું અમારા ગાર્ડ પાછો લેતો
જઈશ. કહો તો રાખતો જાઉં. મહારાજા : ના, એ નાસી નહીં જાય એની હું ખાતરી આપું છું. કર્નલ : હજી બળવાના ભડકા પૂરા શાંત થયા નથી, ત્યાં સુધી આવા
ચાલાક અને જોખમકારક કેદીને જાપ્તામાં રાખવા સારા, અને વળી આ કાગળિયાંઓમાં એને સજા કરવા માટે પૂરતી
સાબિતીઓ છે એ આપ જ જોશો. મહારાજા : ઠીક, ઠીક. કર્નલ : એ શેતરંજ રમી જાણે છે, એટલે ચાલબાજી કરી નાસી નહીં
જાય તે આપ જોશો. કેદી : કર્નલ સાહેબ ! અંગ્રેજો ઠીક પ્રમાણમાં સ્પોર્ટ્સમેન કહેવાય
છે. તો આપ મારી સામે એક રમત રમો.
: તમે કદી છો. હું તારી સાથે નહીં રમું. કેદી : અરે કર્નલ સાહેબ ! આ તો ઓગણીસમી સદી ચાલે છે –
૧૮૫૮, પણ લગભગ સવાસો-દોઢસો વર્ષ પહેલાં આપના બાપદાદા હિન્દુસ્તાનમાં ક્રિકેટ રમતા તે કેદીઓ સાથે રમ્યા
શેતરંજનો દાવ કર્નલ : વૉટ નોનસેન્સ ! કેદી : સુરતમાં ૧૭૨૧માં - અંગ્રેજ ચાંચિયાઓ જોડે તેઓ જેલમાં
હતા ત્યારે. મહારાજા : આ તો કંઈ તું અજબ વાત કરે છે. ક્રિકેટ ? એ કેવી
રમત ! મયદાની રમત છે ? કેદી : જી, એક જમાનામાં આપને ત્યાં પણ સારી રીતે રમાશે,
જોજો.
: પાકો તોપચી છે. ભારેની ફેંક મારે છે આ. કેદી : કર્નલ સાહેબ, મિ. જે. એસ. કોટન સાહેબનો એક કાગળ
છે, એમાં આ હકીકત છે. કર્નલ : નોનસેન્સ, નોનસેન્સ. ચાલો યોર હાઇનેસ, ગુડ બાઇ ઍન્ડ
હેપી ડ્રીમ્સ, આ ચાલાક કેદી ઉપર પાકી નજર રાખશો. મહારાજા : હા, હા, તમે ચિંતા ન કરો. કેદી લાગે છે તો હોશિયાર પણ
એની હું બરાબર ખબર રાખીશ, ગુડ બાઇ. કર્નલ : એના ચબરાકિયા સ્વભાવને લઈ, હવે આપનો સમય તો
જશે. જેલમાં રાખજોઅને નહીં ગમે ત્યારે એને બહાર બોલાવી વાતો કરજો. પણ સંભાળજો. ઘણો જોખમકારક
માણસ છે. મોસ્ટ ડેન્જરસ, બાઇ બાઇ. મહારાજા : આ તમારી બાટલી, કર્નલ સાહેબ ! કર્નલ : ના ના, એ તો આપને ભેટ આપવા જ હું લાવ્યો હતો.
આપને ગમી હોય તો જણાવશો. હું બીજી મોકલાવીશ. ગુડ
નાઇટ ! (જાય છે.) મહારાજા : વૅક્સ એ લૉટ, ગુડ નાઇટ. કર્નલ ટૉમસન ! અરે કોણ છે ? ચોપદાર : (જરા રહી પ્રવેશે છે) જી મહારાજ !
હતો,*
* હિસ્ટરી ઑફ ઇન્ડિયન વૉર્સ : બાઇ ક્લેમન્ટ ડાઉનિંગ, પ્રકાશક : હમ્પરી સિલફોર્ડ,
ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, મુંબઈ, મદ્રાસ, લંડન, ૧૯૨૪. પાનું ૧૮૯. ક્રિકેટ રમત ૧૭૨ ૧. સુરત, આગ્ર પાઇરેટ