Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 110
________________ માયા કવિ માયાં કવિ નવભારતના ભાગ્યવિધાતા : ચર્ચિલનું નામ તો દેવું પડે. ગાંધીજીને એણે સારી પેઠે ગાળો દીધી હતી. હિન્દુ ઉપર જુલમ-સિતમ વરસાવવાના એણે હુકમ આપ્યા હતા. સરદાર સાહેબે એ માર્કબરો હાઉસના કહેવાતા ઉમરાવ કટુંબની જે એબો બહાર પાડી એમની આબરૂની દાણાદાણ કરી નાંખી હતી. : એ કહેવું હતું એટલે તમે ચર્ચિલની વાત લાવ્યા. : સરદાર સાહેબને તેં અહીં શાતા ન આપી. એ પહેલાં અંગ્રેજોએ રાહત ન આપી. બંનેએ મળીને એમના જીવનમાંથી દશ વર્ષ ચોરી દીધાં. જીવનભર પજવણી, આખરે તો શરીર ઉપર અસર થાય જ ને !. : થાય જ વળી. : શરમા, એમ બોલતાં ! બધાને લાલચ, સ્વાર્થને રસ્તે ચઢાવી, તેં સરદાર સાહેબને પજવ્યા. બોલતી ચૂપ કેમ થઈ ગઈ ? : કવિરાજ ! મારો પણ વારો આવશે ત્યારે એનો જવાબ આપીશ . જોજોને ! હૈદરાબાદનું શું કહેતા હતા ? : ચાળીશ લાખની વસ્તીનાં દેશી રાજ્યો. ૧૪ મોટાં, ૧૯૧ નાનાં, કુલ્લે ૧૬૦ એકમો . એમાં ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ને દિવસે ચર્ચાવિચારણા પછી સૌરાષ્ટ્ર સંઘની ઉદ્ઘાટન વિધિ સરદાર સાહેબે કરી. નવા નગરના જામ સાહેબ જેવા જામ સાહેબે સમગ્ર સૌરાષ્ટ્રની પ્રગતિનો હેતુ જાહેર કર્યો. સિવાય કે જૂનાગઢમાં તકલીફ નડી. : પછી તો સવે પડી ગયુંને ? : મધ્યભારત, રાજસ્થાન અને છેવટે પંજાબનાં શીખ રાજ્યોમાં, તેમજ હિમાચલ પ્રદેશમાં પણ ઠેકાણે પડ્યું. એમાં શીખપ્રજા ઉપર તો જે વીતી છે, એમનાં હૃદય જે કકળ્યાં છે, માભોમની હૈદરાબાદ અને... ૨૦૫ જમીન છોડવી પડી, પાણીથી તરબોળ લીલીછમ જમીન છોડવી પડી, ત્યાં પણ સરદાર સાહેબે અમૃતસર જઈ એ દુ:ખી ખેડૂતોનાં આંસુ લૂક્યાં. સરદાર તારાસિંગ જેવા અકાલીદળના નેતાને જેલમાં પૂરવાનું જોખમ વેઠીને પણ જરૂરિયાત પ્રમાણે સરદાર સાહેબે સમસ્ત શીખ દોમનાં દિલ જીતી લીધાં. એવી કળા, શક્તિ, હૈયાની હૂંફ, દિલસોજી અને સામર્થ્ય સરદાર સાહેબમાં હતાં. પણ : હૈદરાબાદ ! કવિ : હૈદરાબાદ ! ત્યાં તો ભારે નટખટવેડા થયા. માયા : કેમ ? : બીજે ક્યાંય નહીં, અને ત્યાં તે એક ફ્રેન્ડેન્સ્ટાઇન ઊભો કર્યો. માયા : ફ્રેન્ડેન્સ્ટાઇન એટલે... કવિ : એ સિનેમાની ભાષા છે. એ તને નહીં સમજાય-ફ્રેન્ડેન્સ્ટાઇન એટલે હિટલરનું ઠઠ્ઠાચિત્ર ! અને તે ૮૨,000 ચોરસમાઈલના પ્રદેશમાં, દોઢ કરોડ(સોળ મિલિયન)ની વસ્તીવાળા દેશમાં જ્યાં પંદર ટકા તો મુસ્લિમ વસ્તી, ત્યાં ? માયા : હા, વિસ્તાર તો બહુ મોટો, એક છેડે તો દરિયો અડે, અને બીજે છેડે દરિયો બહુ દૂર નહીં. : એટલે ત્યાંથી હિન્દુસ્તાનના બે ફાડચા જ થઈ જાય. માયા : એમાં મારો વાંક નથી, નિઝામનો, નાના કિશોર નિઝામનો. કારણ બાળપણથી, કિશોરાવસ્થાથી નિઝામ ઉસ્માન સાતમા, સ્વતંત્ર બાદશાહ થવાનાં સપનાં સેવતા, એટલું જ નહીં પણ ૧૯૧૧માં એ ગાદીએ બેઠા ત્યારે પણ, અંગ્રેજો સમક્ષ પોતે રાજા છે એટલે દિવ્ય શક્તિવાળા છે એવું જે માનતા, તે જાહેર માયા કવિ માયા કવિ

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126