Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 122
________________ ૨૨૮ નવભારતના ભાગ્યવિધાતા સારુ, બાપુ પાસે જતા રોક્યો. હું એમને પંથે જતો હતો. અને એમની આંખમાંથી આંસુની ધારા ચાલતી હતી. મારકંડ : એમ છતાં ગાંધીજી માટે પૂરતું સંરક્ષણ એમણે ન આપ્યું એવો કેટલાક અવિચારી લોકોએ એમની ઉપર આરોપ મૂક્યો હતો. રમેશ : સરદાર સાહેબની આંખમાંથી આંસુની ધારા ચાલી, મને તો એ વાત સ્પર્શી ગઈ. ચન્દ્રવદન : અને છતાં કેટલાકે એમને લોખંડી પુરુષ – લોહહૃદયની વ્યક્તિ ' કહે છે. મારકંડ : મનોબળ દૃઢ હોય તો એમ કહેવાય. ચન્દ્રવદન : ના ના, ના ના, મનોબળ તો પ્રત્યેક વ્યક્તિનું દૃઢ હોવું જ જોઈએ. પળે પળે યા છાશવારે મનના નિર્ણયો ફેરવે એ તો ચંચળ મનના, વ્યગ્ર માણસો કહેવાય. ધાર્યું પાર પાડવું એ તો સગુણ છે. આ લોખંડી પુરુષ કહેવામાં તો કેટલાક એમના હૃદયમાં કૂરતા અભિપ્રેત કરે છે. સરદાર સાહેબ કૂર નહોતા. મારકંડ : પોતાના પિતાના કહ્યાગરા પુત્ર ! ચન્દ્રવદન : ગોધરામાં ચાલેલા પ્લેગમાંથી પોતાની પત્નીને બચાવવા – પોતાને થયેલ પ્લેગની ગાંઠમાંથી એને મુક્ત રાખવા વહુને પિયર મોકલાવી, એવા ત્યાગી. મારકંડ : મોટાભાઈ, વિઠ્ઠલભાઈ પટેલને પહેલા વિલાયત બૅરિસ્ટર થવા જવા દેવા અને એક નાનાભાઈ તરીકે એમના કુટુંબની દેખભાળ કરવી, પોતાનાં સંતાનોને યોગ્ય કેળવણી આપવા વ્યવસ્થા કરવીચન્દ્રવદન : મિત્રો પ્રત્યે વફાદારી, અનુરાગ. હિન્દી હોય તો, ને શત્રુની છાવણીમાં હોય તો એની ઉપર રહેમદિલી બતાવવી. રમેશ ? એમ ? સરવૈયું અને વિદાય ૨૨૯ ચન્દ્રવદન : રાસમાં પકડાયા બાદ સાબરમતી જેલમાં બધા જ ઉપરી અમલદારો હિન્દી, એમને શેણે કનડવા ? એવું મહાદેવભાઈનું વિધાનમારકંડ : અંગ્રેજો દુશ્મન છે, અંગ્રેજી રાજ્યના હાથારૂપ હિન્દીઓ નહીં. એ તો અંગ્રેજ ગેટથી માંડી હિન્દી મામલતદાર વચ્ચે ભેદ સુધીની જાણીતી વાત છે. ચન્દ્રવદન : એમ પુત્ર તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, પિતા તરીકે, મિત્ર તરીકે, અનુકંપા ધરાવનાર અમારા સરદાર સાહેબ રમેશ : તમારા સરદાર સાહેબ–અમારા પણ ખરાને ? ચન્દ્રવદન : અમારા સરદાર સાહેબ – બે રીતે એક બારડોલી લડતમાં એ સરદાર તરીકે ગણાવાયા, પંકાયા, જગજાહેર થયા, ત્યારે અમને એમની સેવા કરવાનો લાભ મળ્યો એ એક સંજોગ. બીજો, આકાશવાણીના દફતરમાં એ અમારા મિનિસ્ટર સાહેબ બન્યા, ત્યારે પણ અમારે મન તો એ અમારા સરદાર જ હતા, એ બીજો સંજોગ-એમ બે વિવિધ સંજોગમાં અમારા સરદાર. રમેશ : ત્યારે તો તમે એમના નિકટના પરિચયમાં આવ્યા જ હશો ? ચન્દ્રવદન : બાવીશ વર્ષનો પરિચય, એટલે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે એ લોખંડી હૃદયની વ્યક્તિ નહોતી. હૃદયમાં પારાવારના પ્રેમથી એ ભરપૂર હતા. બતાવતા નહીં, નાહકના રોતલવેડા નહીં, હૃદય ફૂલ જેટલું કુમળું, પણ કઠોર નહીં. કઠોર હોત તો બેભાન થયા બાદ પાછા જાગ્રત થયા ત્યારે એની આંખમાં આંસુ વહત ખરાં ? મૃદુ કોમળ હૃદયના—ગાંધીજીને માટે ભક્તિગાંધીજીના અવસાન બાદ એમનું હૃદય વધારે અને વધારે સુકોમળ થતું ગયું હતું. ગાંધીજી વિના, એમનું જીવવું અકારું હતું. રમેશ : હા, હા. બરાબર છે. નહીં તો દિલ્હીમાં ઘરઆંગણે આવી હૈદરાબાદથી કાસિમ રિઝવી અનુચિત ભાષામાં એમની સામે

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126