Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________ 236 નવભારતના ભાગ્યવિધાતા યાદ નથી. સૌ કોઈ વ્યગ્ર હતા. આ કર્મવીર–ભક્ત ભડવીર, ભારતનો આ અનોખો સપૂત. મારકંડ : આપણે પેલો શ્લોક ફરીથી બોલીએ : यत्र योगेश्वरो गांधी वल्लभश्च घूर्धरः / तत्र श्री विजयो भूतिधुंवा नीतिर्मतिर्मम / / ચન્દ્રવદન : કશું જ યાદ નથી. અહીં એમનાં ધર્મપત્ની ચિતાસ્થાને પોઢ્યાં હતાં. અહીં એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈએ ચિતાસ્નાન કર્યું હતું. ત્યાં, ત્યાં... ભારતની કંઈક વિશિષ્ટ મૂર્તિઓ હાજર હતી. કોઈ કોઈને જોતું નહોતું : બધા જ શુન્યમનસ્ક, ત્યાં શું જોવાયકશું જ યાદ નથી. યાદ છે જ્યારે એમના પુત્રે આગ મૂકી ત્યારેઅરે એ પુત્ર પણ આજે હયાત નથી—એ પણ અહીં જ સૂતાઆટલું ફક્ત યાદ છે. હિન્દની ફોજના એક વડા અફસર કમાન્ડર ઇન ચીફની ચળકતી પણ ઝૂકેલી, નમેલી તલવાર - અને લાસ્ટ પોસ્ટની બ્યુગલની તર્જ અંતિમ અંજલિ...સૌ અવાક ... મૌન..... પ્રાર્થના ..... કોઈ કોલાહલ નહીં..... સૌ કોઈની આંખમાંથી દડદડતાં આંસુ.... અને એ હૃદયભેદક સૂરાવલિ.. એક કવિ માટે કવિની લખેલી એક લીટી યાદ આવે છે : - “ખુમારીને ખોળે રામ ભડ પુરુષ ગિયો પોઢી જી” એ આ ભડપુરુષ; બારડોલીના વીર વલ્લભભાઈ, ભારતના એક અને અનન્ય સરદાર; અનોખા દેશભક્ત, પરમ બુદ્ધિશાળી નરસિહ; ભારતને એક, અજોડ, અવિભક્ત અખંડ ભારત બનાવવાનું સ્વપ્ન સિદ્ધ કરવાની કમ્મર કસનાર, આખરે તો ધરતીને ખોળે પ્રભુને યાદ કરતાં, ગિયો પોઢી જી. “હે ખુમારીને ખોળે રામ, ભડ પુરુષ ગિયો પોઢી જી; ઈણે અગન કેસર ઘોળી, ઝળહળતી ચાદર ઓઢી જી.”