Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
માયા કવિ
માયા
નવભારતના ભાગ્યવિધાતા સાહેબને સામે જઈ દમદાટી આપી આવ્યો હતો. તે મિત્રો તેમજ ટીકાકારો સૌએ આખરે સરદાર સાહેબને અભિનંદન આપ્યા. એટલું જ નહીં પણ સરદાર સાહેબ નબળી તબિયત હતી તો પણ નિઝામ સરકારને હૈદરાબાદ મળવા આવ્યા. : એની મને ખબર છે. : શું દશ્ય હતું એ ! હસતે મોઢે સરદારે નમસ્કાર કર્યા. મનમાં કશો રોષ નહીં, કોઈને ટાણો-ઠપકો નહીં, હૈયે ઉદારતા. કશાં વેરઝેર નહીં. બાકી આટલા બખેડા અને લૂંટફાટ પછી જીતેલી ફોજ કોઈ હાથમાં રહે ? મારફાડ જ કરે, એમાંનું કશું નહીં, સરદાર સાહેબના જ્વલંત સિદ્ધિયજ્ઞનો આ અંતિમ યશકલશ કહેવાય. : હૈદરાબાદ કબજે કર્યું તે. : ના, આઠ ઑક્ટોબર ૧૯૫૦ના રોજ બેગમપેટ એરપોર્ટ ઉપર સરદાર સાહેબ હસતે મુખે, અને બે હાથ જોડી, નીચા વળીને બે હાથ જોડી આવકાર આપતા ઉસ્માન નિઝામ સાતમાને સામસામી મળે છે તે, પોરસ અને સિકંદરની વાત યાદ આવે છે. : પણ એમાં તમે આટલા ગળગળા કેમ થઈ જાઓ છો ? : ન થાઉં, પૃથ્વીપટે કળિયુગમાં પણ આટઆટલી ઉદારતા છે. આટલી માનવતા છે. ગઈ ગુજરી તરત ભૂલી જવાની હૃદયમાં તાકાત છે. બંદૂક ફોડવી, છરો ચલાવવો, બૉબ નાખવા એ તો કાયરનું નિત્યકર્મ છે. પણ એ દૃશ્ય, એ મિલન, એ મીઠાશ... ઓ બહુ મોટા માનવી જ એ પ્રમાણે ઔદાર્ય દાખવી શકે. ધન્ય છે સરદારને, જેમણે એ દૃશ્ય જોયું એ પણ ધન્ય થઈ ગયા. : તો હવે તો જરા હસો. આનંદો, હૈદરાબાદનો કોયડો તો ઊકલી ગયો.
હૈદરાબાદ અને...
૨૧૩ કવિ : હસે શું, પણ કાશ્મીરમાં વધારે ગૂંચવાયું તેનું શું. એમાં સરદાર
સાહેબનો નિર્ણય અમલમાં મુકાયો હોત તો; પણ જે થયું તેમાં
સરદાર સાહેબ જવાબદાર નથી. માયા : બસ ત્યારે, ત્યાં ભારતના સૈનિકોએ ચોવીસ કલાકમાં જે કામ
કરી બતાવ્યું તે જોતાં તો લૉર્ડ માઉન્ટબેટન જેવા દાંતમાં આંગળાં પકડી ગયા. એ બહાદુરીનોય તો ખ્યાલ કરો. જરા તો મલકો.
: મલકે શું, જીવ બળે છે. કાશ્મીરનો સવાલ પછી સળગતો જ રહ્યો. માયા : એનું પણ એક દિવસ નિરાકરણ થશે.
: ખરેખર ભગવાને માયા, સ્વાર્થ પેદા જ શા માટે કર્યો હશે ? : ખરેખર ભગવાને તમારા જેવા કવિરાજો પેદા જ શા માટે કર્યા હશે ? જુઓ, માયા છે, તો મહાપુરુષોની કિંમત અંકાય છે, અને તમે કવિ છો તો મહાપુરુષોનું આટલું ગૌરવ કરો છો, કીર્તિગાથા લલકારો છો. જરા જરામાં ભગવાનનો વાંક નહીં કાઢો.
: તું તારો બચાવ કરવા માંગે છે, માયા ? માયા : ના. ભગવાનનો બચાવ કરવા માંગું છું. ઈશ્વરની રચેલી સૃષ્ટિમાં
કેટલું વૈવિધ્ય છે તે તો જુઓ. માયા છે, તો ઔદાર્ય પણ છે. જરા મોટું મલકાવો તો એક સરસ વાત કહું, એની તમને પણ ખબર નથી લાગતી.
: ક્યાંની વાત છે? માયા : - રાજસ્થાનની, ન ગુજરાતની. કવિ : એવી કેમ હોય ? માયા : છે. આબુની પશ્ચિમ ઉત્તરે શિરોહી સંસ્થાનનું નામ સાંભળ્યું
કવિ
કવિ
માયાં કવિ
કવિ
માયા