Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૨૧૮
નવભારતના ભાગ્યવિધાતા : કેવળ માયા નહીં, હુંપદ. અમે મહામાનવ. અમે બ્રિટિશ તાજનાં પ્રતીકો એટલે એમને પોતાના પગાર હિન્દી અમલદારો કરતાં વધારે તે સરદાર સાહેબે છેદ્યા, બે વાત કરી, રહેવું હોય તો હિન્દને વફાદાર થઈને રહો અને હિન્દી કર્મચારીને મળે એટલો પગાર લ્યો; નહીં ઓછો, નહીં વધારે, બંને સરખા. : હા, હા, હવે મને યાદ આવે છે. અને કેટલાક રહ્યા પણ.. : ક્યાં જાય ? એ ઉંમરે બ્રિટિશ તાજમાંથી હિન્દ જેવો કોહીનૂરનો
હીરો ઊખડી જાય, પછી ક્યાં જાય ? જેમણે આડાઅવળા હાથ મારી પૈસા એકઠા કર્યા હશે તે સનંદી ગોરા અમલદારો વિદાય થઈ ગયા બાકીના રહ્યા. : હિન્દને વફાદાર થઈને ! : એમાંયે કેટલાક ઢચુપચુ મનના હતા. હૈદરાબાદ વખતે હિન્દી સૈન્યનો વડો ગોરો હતો તે યાદ છે ને ?
હૈદરાબાદ અને...
૨૧૯ કવિ : અને ઊપડવું પડ્યું. માયા : ના ઊપડે તો ક્યાં જાય ? તરત નોકરી પરથી બરતરફ થાય.
બીજાને અધિકાર સોંપાય. કેમ, પેલી કેટલીક ગુરખા ઘઢવાલી સૈન્યની ટુકડીઓએ સમજીને જ બંદૂકો મૂકી દીધી હતીને,
ગાંધીજીની અહિંસક લડત ચાલી ત્યારે, ભૂલી ગયા ?
: હા. તને બધું બરાબર યાદ છે. માયા : મને તો યાદ છે, તમે ભૂલવા માંડ્યું છે. આવી આવી ઝગમગાટ
ભરી નહીં એવી તો કેટલીયે સિદ્ધિ , એટલે આ વાતનો સાર
કવિ
માયો
શો ?
માયા
કવિ
કવિ
: હા, હા.
માયા
માયા
માયા
: બોલોની, મારી ઠેકડી કરતા હતા તે, કવિ થઈને બેઠા છો તે –
બોલો. : સરદાર સાહેબને એ કહેતો હતો કે આપણી ફોજ હૈદરાબાદમાં દાખલ થશે તો એ લોકો મુંબાઈ વગેરે શહેર ઉપર બોમ્બ
નાખશે તો... : હા, એવું સાંભળ્યું હતું ખરું. : ત્યારે સરદાર સાહેબે એને ચમકાવ્યો, મઠાર્યો. હિટલરે તમારા લંડન ઉપર બૉબ નહોતા નાંખ્યા ? એ તો હજી પગલું ભરવાની આનાકાની કરતો હતો, એને તરત હુકમ આપી દીધા. ઝીરો હાવર–નિશ્ચિત ઘડી, ઊપડો.
: કે દહીં-દૂધમાં પગ ન રખાય. : અને સરદાર સાહેબને એક જ માયા વળગેલી... રહી. : તું તો ના કહેતી હતીને કે સરદાર સાહેબને કોઈ માયા વળગે
જ નહીંને. : એક માયા, મહામાયા, એમના પિતા તરફથી વારસામાં મળેલી
તે માયા. : વારસામાં તો ટુકડો જમીન, એમાં પણ પાંચ ભાઈઓ. : એ તો રોટલા પૂરતી. અને એ તો એમને વળગી જ નહોતી. વળગણ એટલું જ કે પોતે ખેડૂત છે. હિન્દુસ્તાનનો ખેડૂત ગરીબ છે, દબાયેલો છે, એણે ઊંચે મોઢે જીવવું જોઈએ. પણ એ તો
ભાવના. પણ બીજી બહુ મોટી માયા. : કઈ મારી અટકળમાં નથી આવતી ? : બોલોની, મારી ઠેકડી કરતા હતા તે. કવિ થઈને બેઠા છો તે બોલો.
માયા
કવિ
માયા