Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 111
________________ ર૦૬ - ૨૦૭ કવિ માયા હૈદરાબાદ અને... કવિ : એમ તો પોર્ટુગીઝોનાં પણ ક્યાં થાણાં નહોંતા ? માયા : પછી ૧૭૫૯માં બ્રિટિશોએ ફ્રેન્ચ સાથે લડી પેલો દાન કરેલો મુલક જીતી લીધો. કવિ : જો બિચારી રમતની થઈ છે તે ! માયા : પણ એક નિઝામ બ્રિટિશનું સંરક્ષણ માગે, તો પછીનો નિઝામ માયસોરના હૈદરઅલીનું સંરક્ષણ માગે. પછી ફરી વાર ફ્રેન્ચોને શરણે ગયા, ત્યારે લૉર્ડ વેલેસ્લીએ ત્યાંથી ફ્રેન્ચ ફોજને હઠાવડાવી. : બહુ થયું, એ જૂના ખટલામાં મને રસ નથી. છેલ્લા નિઝામ ૧૯૧૧માં ગાદીએ આવ્યા, અને એ ડીવાઇન રાઇટ ઑફ કિંગમાં માનતા. એને લૉર્ડ હારડિજે, લૉર્ડ ચેમ્સફોર્ડે બે વાર અને લૉર્ડ રીડીંગે એને સાર્વભૌમ સત્તા નથી એનું ભાન કરાવ્યું કવિ માયા નવભારતના ભાગ્યવિધાતા : ‘કિંગ કૅન ડુ નો રૉગ'ના હક્ક ધરાવનાર–ખરું ? : બરાબર. વળી ૧૯૨૬માં પણ એમણે ફરીથી એ દિવ્ય શક્તિનો દાવો રજૂ કર્યો હતો. ત્યારના વાઇસરૉય લૉર્ડ રીડીંગે તો એ દાવો હસી જ કાઢ્યો હતો. એટલું જ નહીં, પણ તમે બ્રિટિશ તાજના સંરક્ષણ હેઠળ, તાબા હેઠળ છો એવું યાદ દેવડાવ્યું હતું. ૧૯૪૭માં ફરી એક વાર એ સ્વતંત્ર થઈ બેસવાની વૃત્તિએ જોર પકડ્યું. આ હૈદરાબાદનું રાજ્ય ક્યારે સ્થપાયું તે તમે જાણો છો ? : હવે એ જૂની વાતોમાં મને કશો રસ નથી. : જાણો. ઔરંગઝેબના લશ્કરી વડાના દીકરા ફીરોઝજંગે ગાદી સ્થાપી, ઔરંગઝેબના અવસાન બાદ ૧૭૧૩માં એમણે પોતાની તદ્દન સ્વતંત્ર રાજા તરીકેની જાહેરાત કરી. : એમાં ક્યાંય પ્રજાનો અવાજ ? : ત્યારે વળી પ્રજાને પૂછતું જ કોણ હતું ? : અકબરશાહ પૂછતા, ભર્યા દરબારમાં. : હશે. પછી તો એક પછી એક નિઝામો એમાં માંહોમાંહ ફાટફૂટ, ગાદી માટે ઝઘડા. એમાં બ્રિટિશ અને ફ્રેન્ચ બે પક્ષની રાવ લઈ લડ્યા. : જો થઈ છેને, હિન્દુસ્તાનમાં બે રાજા લઢે, એમાં બે પરદેશી સત્તાઓ લઢાઈએ ચઢે. : ૧૭૫૧માં સલાબતજંગ ફ્રેન્ચોની મદદથી ગાદીએ બેઠો અને પોતાના મુલકનો થોડો ભાગ ફ્રેન્ચને બદલામાં આપ્યો. : એમ ત્યારે અહીં અંગ્રેજો તો પેઠા જ હતા પછી ફ્રેન્ચો પણ પેઠા. : કેમ ચન્દ્રનગર અને પોંડિચેરીમાં ફ્રેન્ચનું રાજ્ય નહોતું ? કવિ માયા કવિ માયા : પણ એણે પોતાના દેશમાં પ્રજાના સભ્યોની ધારાસભા તો નીમી હતી. : આ રહ્યા આંકડા. આવડો મોટો દેશ. ૮૫ ટકા હિન્દુ, ૧૫ ટકા મુસ્લિમ, ૧૩૨ સભ્યોની સભામાં મુસ્લિમોની બહુમતી, એટલે હિન્દુ ઉ૦, તો મુસ્લિમ ૭૨ ટકા. ઠીક ગોઠવણી હતી. જ્યાં સાડાપાંચ ગણા હિન્દુ જોઈએ ત્યાં, અને ૧૯૪૭માં અંગ્રેજોએ હિન્દુને સત્તા સોંપવાની જાહેરાત કરી, ત્યારે પાછા નિઝામ સરકાર સળવળ્યા, કે અમે સ્વતંત્ર–પોતે હિન્દુ કે પાકિસ્તાન કોઈ પણ સંઘમાં જોડાશે નહીં એવી જાહેરાત કરી. : પછીની તો મને ખબર છે. એક પછી એક પ્રતિનિધિમંડળ દિલ્હી મળવા ગયું. લોર્ડ માઉન્ટબેટને સાચી સલાહ આપી. એક બ્રિટિશ બાહોશ રાજ્યદ્વારી વ્યક્તિએ પણ નિઝામ સરકારે એવું કોઈનું માન્યું નહીં. કવિ માયા માયા કવિ માયા

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126