Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
મુખી
૧૨૨
નવભારતના ભાગ્યવિધાતા નથી કે શું ? તમે મુખી છો કે કોણ છો ? : મામલતદાર સાહેબ, અમારે મન તો બધા અમલદારો સરખા જ
છે. અમારા નેતા શ્રી વલ્લભભાઈ સાહેબની વ્યાખ્યા એવી છે કે રયત પર જુલ્મ થાય ત્યારે એની પડખે ઊભો રહે તે મામલતદાર ,
બાકીના બીજા બધા હવાલદાર ! સાહેબ હવાલદાર જ . મામલતદાર ? ચૂપ રહો. ગમે તેમ ન બોલો. મુખી : સાહેબ, આ તો અમારા નેતાના શબ્દો છે. હિંમત હોય તો
એમને ચૂપ રહેવા કહો. એમને તો આપના ખાનગી સરક્યુલરોમાં અમને કઈ કઈ રીતે હેરાન-પરેશાન કરવા તે, જે હુકમો બહાર પાડ્યા છે, તે જાહેરમાં મૂક્યા છે. હિંમત હોય તો શ્રી વલ્લભભાઈ
પટેલ સાહેબને કહો. મામલતદાર : એ અહીં હાજર નથી. મુખી : તોયે વોરંટ કાઢી પકડી મંગાવો. પણ એટલી તો કમિશનર
સાહેબની પણ હિંમત નથી. મામલતદાર : બસ બસ હવે. લાંબી વાતો મૂકી મારી સાથે જતી કરવા આવો
છો કે નહીં ? મુખી : ના સાહેબ ! મારા ભાઈઓની માલમત્તા લૂંટવા, એમના ગળા
ઉપર છરી ચલાવવા, હું આવી શકું એમ નથી. મામલતદાર : તમને ગામલોકોની બીક લાગે છે ? મુખી : ડર તો અમને કેવળ ભગવાનનો લાગે છે. બાકી ગામલોકો તે
અમારા સગાભાઈ જેવા છે. અમારા ભાઈ કરતાં સરકાર મોટી
નથી. મામલતદાર : જો તમે અમારા હુકમનો અનાદર કરતા હો તો રાજીનામું
આપી દો.
બોરસદના સરદાર અને હૈડિયા વેરો
૧૨૩ મુખી : સાહેબ, અમે ગામના મુખી, રાજીનામું તો નહીં આપીએ, પણ
આપને ઠીક લાગે તો બરતરફ કરી શકો છો. કરો, કરી જુઓ. બીજો કોઈ ગામનો માણસ મુખી બનવા હા પાડે તો આપણે
શરત. અ. ૧ : બસ... રામજીભાઈ, બધું સાહેબને બરાબર કહ્યું? રામભાઈ : તમે જ્યારે સંવાદ કરતા હતા ત્યારે બરાબર અંગ્રેજીમાં હું
સમજાવતો હતો. અ. ૧ : પણ આ હાજર છે તે મામલતદાર સાહેબને તો પૂછો કે, આવો
સંવાદ થયો હતો કે નહીં ? રામભાઈ : શરમના માર્યા મામલતદાર સાહેબ ઊઠીને પાછલી ખુરશી પર
જઈને બેઠા છે. એને હવે વધારે શરમાવવાની જરૂર નથી. અ. ૧ : પણ રામજીભાઈ ! એવી રીતે પ્રજાને રંજાડે, જૂઠું બોલે, જોહુકમીની
અમલદારશાહી ચલાવે, એને કશી સજા જ નહીં ? રામભાઈ : ના. શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ અને એમના ગુરુ-મહાત્મા
ગાંધીજીએ કરેલાં ભાષણો યાદ કરો. સત્યાગ્રહીઓ દુ:ખ વેઠે. આ અમલદારોને સજા કરવાવાળા આપણે કોણ ? આવા અમલદારો છે તેથી તો અંગ્રેજી રાજ્યના પાયા ઢીલા થતા જાય
છે. એમને સજા કરવાવાળા અંગ્રેજો હોય કે ભગવાન હોય. અ. ૧ : પણ લાટસાહેબને કાને આ હકીકત તો કહો. રામભાઈ : લાટસાહેબ મુંબાઈથી ચાલી ચલાવી બોરસદ આવે એનો શો
અર્થ છે ? એ જ કે ધીમે ધીમે એમને એમના વફાદાર કહેવાતા અમલદારોના ખોટા કામના અનુભવ થવા માંડ્યા છે. એટલે તો એ સાચી હકીકતનો તાગ કાઢવા આવ્યા છે. સર મોરિસ સાહેબ પણ સત્યાગ્રહના જાણકાર છે. એટલે એ હવે સામું પૂછે કે, જ્યારે મામલતદારોએ જપ્તીઓનું કામ શરૂ કર્યું ત્યારે આપણા