Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૧૩૬
નવભારતના ભાગ્યવિધાતા સાચી પડી. એની નોંધ પણ ન લઈએ, તે કેમ ચાલે. મારકંડ : ચાસ એટલે શું, તેની ખબર છે ? કિશોર : હા, હવે ખબર છે. આવા ભગીરથ કામને લઈને વલ્લભભાઈ
સરદાર નિમાયા, કબૂલ પણ હવે બારડોલીની વાત કરોની.. ખુશાલભાઈ : બારડોલી તાલુકાની છેલ્લી જમાબંધીની આંકણી ૧૮૯૬માં થઈ
હતી. ૧૯૨૬માં એમાં સુધારો કરી ડેપ્યુટી કલેક્ટર મિ. જયકરને આકારણી અમલદાર નીમવામાં આવ્યા. એમણે મહેસૂલમાં પચીસ
ટકાનો વધારો સૂચવ્યો. કિશોર : મને બારડોલીની લડતની વાત કરોને. ખુશાલભાઈ : કેવો છોકરો છે તું ! આ મિ. જયકરની સુચનામાં મહેસૂલવધારો
વધારે હતો અને એની પછી એક ગોરા અમલદાર એન્ડરસને જયકરના રિપોર્ટને ફગાવી ઔર વધારો સૂચવ્યો. એણે જયકરના
હિસાબો ખોટા ઠરાવ્યા. આંકડાઓની રાજરમત ચાલી. કિશોર : અમને એમાં રસ નથી. ખુશાલભાઈ : પણ આ આંકડાઓ સરકારે, ઑફિસમાં બેઠા બેઠા તૈયાર કર્યા
હતા. અને એ ખોટા આંક ફરક પર તો લડત થઈ. કિશોર : ઓ ! ખુશાલભાઈ : ટૂંકમાં મહેસૂલ ઉપર સરકારે બીજા બાવીસ ટકા વધારો લેવા
ઠરાવ્યું અને કોઈ કમિટી, સમિતિ, સભાના ઠરાવ કશાનું ન
સાંભળ્યું. મારકંડ : એટલે જામી. સાલ ૧૯૨૭-૧૯૨૮. ખુશાલભાઈ : એટલે પ્રજાજનો સરદાર સાહેબ પાસે ગયા. સરકારે વધારો
ભરી દેવા વટહુકમો જાહેર કર્યા. મારકંડ : સરદાર સાહેબે પ્રજાને સજાગ કરી, ચેતવણી આપી. ફરી વાર
આ બારડોલી “ભારતકી થર્મોપોલી"
૧૩૭ સંકટો સહન કરવા કેટલી તૈયારી છે, એ વિષે ચોક્કસાઈ કરવા માંડી, સરદારે હાકલ કરી ‘આ લડતમાં જોખમો રહેલાં છે. જોખમ ભરેલાં કામો ન કરવાં, પણ કરવાં તો હરકોઈ ભોગે પાર ઉતારવાં. વલ્લભ જેવો લઢનારો મળ્યો છે, તેના જોરે લઢશું એવું મનમાં રાખશો, તો લઢશો ના. આપણે આપણી
પિછોડી જોઈ સોડ તાણવી જોઈએ.' ખુશાલભાઈ : પછી ઠરાવ જાહેર કર્યો કે બારડોલી તાલુકાના ખાતેદારોની આ
પરિષદ ઠરાવ કરે છે કે, સરકારે જે વધારો જાહેર કર્યો છે, તે અયોગ્ય, અન્યાયી, અને જુલમી છે. એટલે સરકારને મુદ્દલ મહેસૂલ નહીં ભરવું. એમ કરતાં સરકાર જપ્તી, ખાલસા , દંડ,
કેદ જે કંઈ ઉપાયો લે તે કષ્ટો સહન કરવાં. મારકંડ : સરદાર સાહેબની કુનેહ તો એ કે, આવી લડત માંડવા, પહેલાં
એમણે હવા સુધારી દીધી. કિશોર : એટલે ? ખુશાલભાઈ : કોમ કોમ વચ્ચે કુસંપ હોય તો મેળ કરાવ્યો. સરકારી અમલદારો
ફોસલાવે એ સામે તકેદારીના ઉપાયો યોજ્યા. લોકોને સાવધાન રાખવા ઠેર ઠેર છાવણીઓ ઊભી કરી. ત્યાં ચુનંદા કાર્યકર્તાઓ ગોઠવી દીધા. એક વિશાળ દફતર ખોલ્યું. જુગતરામભાઈ, કલ્યાણજીભાઈને માથે પ્રકાશન, મણિભાઈ કોઠારીને નાણાં એકઠાં કરવાનું કામ, અબ્બાસ સાહેબ, ડૉ. ચંદુભાઈ, દરબાર સાહેબ, મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ , ઇમામ સાહેબ, ચોખાવાળાનવાં ગીતો લખાવા માંડ્યાં. ગવાવા માંડ્યાં. મીઠુબહેન પિટીટ, ભક્તિબહેન, શારદાબહેન વગેરેએ સ્ત્રીઓને સમજાવવાનું
કામ માથે લીધું. ખુશાલભાઈ : એટલામાં લગનગાળો આવ્યો. મારકંડ : ત્યાં સરદારે જાહેર કર્યું, ‘ઠાઠ-ઠઠેરો નહિ, લગ્નો ટૂંકામાં પતાવો.