Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
નવભારતના ભાગ્યવિધાતા આ લડાઈ છે. ત્યાં મહાલાય નહીં, સવારથી ઘરે તાળાં મારવા પડશે. સરકારી અમલદારો અપંગ હોય છે. પટેલ, મુખી, તલાટી, વેઠિયો, મજૂર સરકારના માણસોને કશી મદદ ન કરે. મોજ શોખ છોડવા પડશે. દરેકના મોં ઉપર ગુલામીની બદબો નહીં, પણ
સરકાર સામે ઝૂઝવા, સ્વરાજની ખુશબો જણાવી જોઈએ.' કિશોર : ભાષા કેટલી સારી છે ! ખુશાલભાઈ : સરદારની મૌલિક ભાષા તો બારડોલીમાં જ ઘડાઈ. મારકંડ : ઝમઝમી તો શરૂઆતમાં જ થઈ. સરકારે કામ કરનારાઓને
બહારનાં કહ્યાં. ખુશાલભાઈ : એટલે સરદારે મિ. સ્મિથને કાગળ લખી જણાવ્યું કે, હું તો
ગુજરાતનો જ , બારડોલીની દુઃખી પ્રજાનો બોલાવ્યો અહીં આવ્યો છું. બહારના તો તમે છો. હજારો માઈલ દૂરથી અહીં પ્રજાનું હીર ચૂસવા આવ્યા છો, તોપ-બંદૂકને જોરે અહીં રાજ્ય કરો
છો, એ યાદ રાખો. મારકંડ : ઓલો સ્મિથ તો સડક થઈ ગયો. પણ ઔર બગડ્યો. લખવા
બેઠો કે, હવે મારી સાથે નહીં પણ જિલ્લા કલેક્ટર સાથે કાગળ
પત્તર કરજો. ખુશાલભાઈ : એટલે સરદાર સાહેબે બધો પત્રવ્યવહાર છાપાંઓમાં જ જાહેર
કરી સરકારની આડાઈ ખુલ્લી કરી બતાવી. જાહેર કર્યું કે, કમિશનરનો રિપોર્ટ ગેરકાયદેસર છે. એ સરકાર સાચો ઠરાવે,
અને મારો ખોટો ઠરાવો. તો મને કબૂલ છે. મારકંડ : મૂળ વાત સરકારી અમલદારોનું ગુમાન. અમે જે કરીએ તે જ
સાચું. હમારા હુકમ તે બ્રહ્માના અક્ષર. એ હુકમોનું પાલન કરવા બંધાયેલી તે રેત. એમાં અંગ્લોઇન્ડિયન છાપાવાળાઓ સરકારની કુમકે, સાચી વાતને કેમ ફેરવવી, કેમ ગોઠવવી,
આ બારડોલી “ભારતકી થર્મોપોલી”
૧૩૯ ધરાધર જુઠ્ઠાણું કેમ જાહેર કરવું, એમાં એ હોશિયાર. કિશોર : તો સરદાર સાહેબની જાહેરાતો કયા છાપામાં છપાય ? ખુશાલભાઈ : ગાંધીજીનું ‘નવજીવન.' હજારો નકલો ખપતી, વંચાતી અને
એનું અંગ્રેજીમાં ‘યંગ ઇન્ડિયા.' એમાંની છપાયેલી વાતો બધી સાચી જ. પ્રજાને પાકો વિશ્વાસ. ૧૫મી ફેબ્રુઆરીએ પહેલો ભડાકો. સરકારે વાણિયા વ્યાપારીઓને નોટિસો કાઢી ભડકાવ્યા. એક કલેક્ટરે વેપારીને ઘરે બોલાવી પટાવ્યો. ‘મારા નામ ખાતર
એક રૂપિયો પણ ભરો.” કિશોર : પછી ? મારકંડ : સંપ જેનું નામ–સરદારની નજર ચારે કોર તાલુકો એટલે પોલાદી
કોઠો. એમણે ફરી જાહેર કર્યું કે, જે અમલદાર દુ:ખમાં રમતને પડખે ઊભો રહે તે અમલદાર, બાકીના બધા હવાલદાર. પણ વાલોડ ગામનો આ કિસ્સો સાંભળો. ‘જુઓની ભાઈ ખાતેદાર !! તમે થોડા રૂપિયા તમારા ઘરમાં રાખો-જોઈએ તો ક્યાંકથી લાવી આપું. તમે ઘરની બહાર ચાલ્યા જાઓ. પછી હું જપ્તી લઉં અને સરકારને ચોપડે જમા કરાવીશ. આમ કરશો તો
મારી નોકરી રહેશે અને આ રૂ. ૧,૫00/-ની નોટો તો છે.” ખુશાલભાઈ : થયું એમ કે, આ પ્રપંચની બધાને જાણ થઈ ગઈ. એટલે ગામ
લોકોએ એવા બે જણાનો બહિષ્કાર પોકાર્યો. બહિષ્કાર એવો
કે, પેલા બે વેપારીઓનાં હાંજા ગગડી ગયાં. મારકંડ : ત્યારે સરદારની વાણી સમજવા જેવી છે. એ તો મોડી રાતે લોકોને
શાંત પાડવા વાલોડ ગામ પહોંચ્યા. ત્યાં બોલ્યા. ખુશાલભાઈ : આવા કિસ્સાઓથી આપણે ધડો લેવો. આપણા જ નબળા માણસો
સાથે લડવાનું કેવું ? હજી બીજા બેપાંચ પ્રતિજ્ઞા તોડશે. તોડવા દો. નબળાને સાથમાં રાખીને લડાઈ નહીં જિતાય તેમ એવી