Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૧૪
૧૪૧
નવભારતના ભાગ્યવિધાતા ગંદી વર્તણૂકને ચૂંથાય પણ નહીં. ચૂંથીએ તો એમાંથી બદબો જ છૂટ્યા કરે. એની ઉપર ધૂળ નાંખીએ તો સારું પરિણામ પણ નીપજે.
મારકંડ : અને સારું પરિણામ આવ્યું જ. કિશોર : શું થયું ? મારકંડ : પેલા બે વ્યાપારીઓને ભારે પશ્ચાત્તાપ થયો. તે ભરી એટલી
રકમ દાનમાં આપી ગયા. સરદારે બહિષ્કારની વ્યાખ્યા કરી તે
મનમાં ઉતારવા જેવી છે. સાંભળો ! કહો ખુશાલભાઈ, ખુશાલભાઈ : બહિષ્કાર હિંસક અને અહિંસક હોઈ શકે છે. એની સેવા ન
લેવી તે અહિંસક બહિષ્કાર. અને સેવા ન દેવી તે હિંસક બહિષ્કાર. દાખલા તરીકે, બહિષ્કૃતને ત્યાં જમવા ન જવું, વિવાહ આદિ પ્રસંગોમાં ન જવું તે અહિંસક, પણ એ માંદો હોય તો એની
સારવાર ન કરવી, એ હિંસક બહિષ્કાર છે. માર કંડ : ખુશાલભાઈ, પેલી નોટિસો ચોઢાઈ, સરકારે જમીનો ખાલસા
કરવા માંડી ત્યારે સરદાર સાહેબનાં ભાષણોમાંથી કેવો અગ્નિ
ઝરતો, તે તો સંભળાવો. ખુશાલભાઈ : “બારડોલી ખેડૂતોની લડાઈ મારફત હું ગુજરાતના તમામ ખેડૂતોને
પાઠ આપવા માગું છું, કે સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ ઉપર જ ચાલે છે. એક બાજુ થી વિલાયતથી સાઈમન કમિશન, હિન્દુસ્તાનને જવાબદાર તંત્ર આપવા આવે છે; અહીં બીજી બાજુ, સરકાર જમીનો ખાલસા કરવા નીકળી છે. આ બધા તડાકા છે. ખેડૂતે જરા પણ ડરવાનું કારણ નથી. ખેડૂતની જમીન બાપદાદાની છે. એ કાચો પારો છે. જે લેશે એને ફૂટી નીકળશે. જો સરકાર જમીનો ખાલસા કરશે, ત્યારે અંગ્રેજનું રાજ્ય નહીં હોય. લૂંટારાનાં રાજ્ય હશે. જોયા કરો. અધિકારીઓનું
આ બારડોલી “ભારતકી થર્મોપોલી”
રાજ્ય તો જવા બેઠું છે. એને બારણે આજે ચપરાશી પણ મળવો
મુશ્કેલ છે. એ રાજ્ય શું કરવાનો છે ?” મારકંડ : ખુશાલભાઈ, તમે આ વાક્ય ભૂલી ગયા. સાંભળો, જંગલમાં
કોઈ ગાંડો હાથી રુમેખુશાલભાઈ : રમે.... મારકંડ : હા, રમે. શો શબ્દ છે ! “જંગલમાં કાંઈ ગાંડો હાથી રમે અને
તેની હડફેટમાં જે કાંઈ આવે તેને છુંદી નાંખે. એવી મદમત્ત આ સરકાર બની છે. ગાંડો હાથી માને કે જેણે વાઘ-સિંહોને માર્યા છે, એવાને આ મગતરાનો શો હિસાબ. પણ હું આપણા કહેવાતા મગતરાને કહું છું કે, હાથીને રુમવું હોય એટલું રૂમી લેવા દે,
અને લાગ જોઈને એના કાનમાં પેસી જા.” ખુશાલભાઈ : આના સરકારી સિપાઈડા નોંધ કરે, એના ઠોઠી જેવા કારકુનો
અંગ્રેજી કરે, તે મુંબાઈથી પૂના, પૂનાથી મુંબાઈ, અને ત્યાંથી
લંડનની પાર્લામેન્ટમાં જાય. મારકંડ : એમાં કોને સમજણ પડે ? ખુશાલભાઈ : મારકંડભાઈ, ત્યાં હાથી જ નહીં, તો રુમે તો એનું અંગ્રેજી કરે
કોણ ? બધાને બોલ્ઝાવિકની જ ભડક. એ જ એમનો હાથી. મારકંડ : હવે આ જુઓ –‘મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે;
છતાં એમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી ડરે શા સારુ ? અંગ્રેજને અહીં રાજ કરવું હોય તો ગોરા લાવવા પડશે. એને બંગલા જોઈએ, બગીચા જોઈએ, એનો ખોરાક જુદો, એની હાજત જુદી, એનો ધોબી જુદો, એની સફાઈ કરનારા જુદા ગણો. આ તાલુકાના દર ગામે બબ્બે ગોરા રાખે તો તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરા રાખવા
પડે ! એની ગણતરી, એનું ખર્ચ સરકારને પોષાય જ નહીં.' ખુશાલભાઈ : સરદારે તો બારડોલીને માટીમાંથી ખેડૂતોને મરદ બનાવ્યા.