Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 80
________________ ૧૪૪ નવભારતના ભાગ્યવિધાતા ઝૂંપડીમાં સૂમસામ બેસી રહે છે, એવા સમાચારો આવ્યા કરે. મારકંડ : પણ સરકારી તિજોરીના આંકડા બોલેને ! એમાં સરવાળે મીંડું, એટલે સરકારે ઓર સખ્તાઈ કરવા વિચાર્યું. કલેક્ટરે સભા કરી. પોતાના જ દસવીસ માણસો અને એના છાપામાં જાહેરાત, પોતાના જ ડંકા. થોડા અમલદારોની બદલીઓ કરી, પણ ... સરવાળે મીંડું. ખુશાલભાઈ : સરકાર કહે કે સત્યાગ્રહનાં ગીતો ગાવાં એ ગુનો છે. સરદારે ગીતો, ભાષણો બધું બંધ કરાવ્યું, શાંતિ... અનહદ શાંતિ. કોઈ એક અક્ષર પણ બોલે નહીં. અંગ્લોઇન્ડિયન છાપાવાળા આવ્યા. આ તો સ્મશાનભૂમિ છે. અહીં તો કોઈ ચલિયું પણ દેખાતું નથી. ઘરેઘર તાળાં છે. પ્રજા ગઈ ક્યાં ? સરકારના અમલદાર તો કોઈ જણાતા નથી. છે શું? અરે ઢોલ વગાડવાની બંધી ! મારકંડ : પકડાપકડી તે કેવી ? ગૂજરાત વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી એક મોટરના ક્લિનરને રસ્તો બતાવતો હતો એટલે એને પકડ્યો. કહે ભાષણ કર્યા ! છ મહિનાની કેદ ! ખુશાલભાઈ : પછી તો સરકાર તંગ આવી ગઈ, એટલે વળી જુલમ વધાર્યા. રવિશંકર મહારાજને પકડ્યા. તો ડૉ. સુમન્ત મહેતા આવીને બેઠા. સૌ . શારદાબહેનને પકડ્યાં, તો સુરતથી શ્રીમતી ગુણવંતીબહેન થી આવીને બેઠાં. કેદીઓને બેડી, દોરડે બાંધી લઈ જવામાં આવ્યા. ઘર, જમીનને જપ્તી, પીળાં કાગળિયાં ચોંટાડતા ગયા. માર, સખ્તાઈ, ભેંસોને મારી, ગોંધી. મારકંડ : હી...હી... મને હસવું આવે છે કે આપણા હિન્દી અમલદારોના માનસ કેટલાં જડ, નિર્દય થઈ ગયાં હશે ! હિન્દની આખી સંસ્કૃતિ ભૂલી ગયા હશે કે, જ્યારે પ્રજા સંપ કરે, પોતાનાં મોજ શોખ ભૂલી કેદ જવા તૈયાર થાય, લોકો એને હારતોરા પહેરાવે, ત્યારે આ અમલદારો પોતાના મનમાં માને કે, જેલની આ બારડોલી “ભારતકી થર્મોપોલી” ૧૪૫ બેડીથી આ કેવા બેઆબરૂ થાય છે ! અલ્યા, રવિશંકર મહારાજની આબરૂ ગઈ, કે તમારી ? સરદારે આ સમયમાં પણ એમની ટોળવૃત્તિ છોડી નહોતી. બિચારી ભેંસો, ઘરમાં ગોંધાઈ એમને શરીરે સફેદ માંસનાં ચકામાં દેખાવા માંડ્યાં. તો સરદાર સાહેબે કહ્યું, “હવે તો ભેંસોને પણ સરકારે ગોરી મેડમડી બનાવવા માંડી છે.” વાહ ભાઈ વાહ ! ખુશાલભાઈ : પછી તો સરકાર ઓર બગડી. એણે ગમે તેવાં જાહેરનામાં આપવા માંડ્યા. તો સરદાર કહે, લોઢું ગરમ થાય તો તણખા ઊડે, પણ હથોડાએ તો શાંત રહેવું ઘટે. લોઢાનો મરજી મુજબનો ઘાટ ઘડવો હોય તો હથોડાએ તો શાંત રહેવું, અને ઘાટ ઘડતા જવો. મારકંડ : ત્યારે મુંબાઈની ધારાસભા, એટલે ગુજરાત-મહારાષ્ટ્રની ધારાસભાના સભ્યો જાગ્યા અને જાણ્યું કે, આ ખોટું થાય છે. બંગાળથી, મદ્રાસથી લોકો બારડોલી ઊમટવા માંડ્યા, કેટલાક મજાક ઠેકડી કરવા આવ્યા હતા તે ધરતી ઉપર પગ મૂકતાં જ રડી પડ્યા... છક થઈ ગયા ! એ આ બારડોલી, ભારતની થર્મોપોલી ! ખુશાલભાઈ : અને હાંક વાગી વલ્લભની વિશ્વમાં રે લોલ... ના ગરબા.. મારકંડ : લંડનની પાર્લામેન્ટમાં સવાલ-જવાબ : ઉદ્ધત સભ્યો પૂછે છે કે આ મિ. પટેલ કોણ છે ? ખુશાલભાઈ : કોઈકે કહ્યું કે, આપણા દેશમાં બારિસ્ટર થઈને ત્યાં ગયા છે. મારકંડ : સભ્યો કહે છે હોય નહીં ! બીજાએ મહાત્મા ગાંધીજીનું નામ ગણાવ્યું. તોય કહે, હોય નહીં ! કોઈકે વિઠ્ઠલભાઈનું નામ ગણાવ્યું. આ ત્રણે લંડનમાં કાયદાનો અભ્યાસ કરનાર બારિસ્ટર. તો કહે હોય નહીં ! તોપ બંદૂકથી આ બળવો શમાવી દો એવા હુકમો છૂટ્યા.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126