Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti
View full book text
________________
૧૮૪
દેશી
અવાજ
નવભારતના ભાગ્યવિધાતા
હિટલરે યુદ્ધ શરૂ કર્યું પછી અમે ત્રણ વર્ષ રાહ જોઈ. ગાંધીજીએ કૉંગ્રેસને કહ્યું કે બ્રિટનની મુસીબતમાં આપણે, એને મૂંઝવણમાં ન મૂકવું. ત્રણ ત્રણ વર્ષ બાદ પણ અંગ્રેજોની દાનત સાફ નથી. હિન્દનું રક્ષણ કરવાનો દાવો બ્રિટિશરોનો છે. બર્માનું તો એ રક્ષણ કરી ન શક્યા. યુદ્ધ હિન્દને બારણે આવ્યું છે. બ્રિટન કહે છે કે યુદ્ધ બાદ અમે તમને સ્વતંત્રતા આપીશું. યુદ્ધ બાદ બ્રિટન હાર્યું તો અમારે ચર્ચિલ સાહેબને શોધવા ક્યાં ? અને માનો કે બ્રિટન જીતે તોય આજે બ્રિટનને કંઠે પ્રાણ છે ત્યારે આટલા ચાળા કરો છો, જુલમ કરો છો, તો જીત્યા પછી હિન્દુ તમારે ગળેથી શી રીતે છૂટી શકવાનું હતું ?”
: પણ પછી તો પકડાપકડી થઈ.
: ત્રણ વર્ષથી અહમદનગરના કિલ્લાની કેદ, દરમ્યાન તબિયત વેરવિખેર પણ ૧૯૪૫માં છૂટ્યા પછી નાયબ વડા પ્રધાનના દફતરમાં, બ્રિટિશ સરકારે ક્વિટ ઇન્ડિયાના ઠરાવ બાદ પાંચ વર્ષે સત્તા તો છોડી પણ બધા જ નેતાઓનું, ખાસ તો સરદાર સાહેબની જિંદગીમાથી કીમતી દશ વર્ષનું આયુષ્ય ચોરીને, કાપીને, તબિયત છિન્નભિન્ન કરીને; એમ ગેરેટ, ક્લાર્ક, હેલી જેવાઓનું વેર લઈને સત્તા છોડી.
૧૦
થોડા વિલિનીકરણના કિસ્સાઓ
: પાત્રો : કવિ બારોટ, માથા
કવિ બારોટ : એઈ રેન ગઈ અંધાર ગયો, અરૂ પરતંત્રની જાલિમ જેલ ગઈ. ભારત માતાની ભોમ ઉપર નવતેજ ભરી પરભાત ભઈ; ઇંગરેજ ગયા, નિજ ફોજ ગઈ, દરિયા પાર ઉલ્લંઘી વહી, અહીં ભારત સૈન્ય અરૂ ભારત ધ્વજ, નિજ શાન બઢી ઔર નોક રહી. એ રૈન ગઈ અંધાર ગયો,
ભારતમેં નિજ સૂર્ય સ્વતંતર;
સન ઓગણીસો ઔર સુડતાલીસમેં પૂર્ણ તેજ હી પરગટ ભયો,
ઔર, છત્તર ચામર રાજ્ય સિંહાસન વંશ પરંપરા, જો બેઠત આસન. એજી એક થયું નથી વર્ષ હજી પૂરન, તહીં ભારત ભડવીર ભક્ત સપૂતન,
જેમ વીજ ગગનમેં ચમક બિછાવન, ઈમ વલ્લભભાઈ નિજ શક્તિ સુહાવન. દેશદાઝ ઔર આલન પાલન, આંખ મહીં જરી રોષ વિભાવન; દિલમહીં ભરી પ્રેમ-પ્રભાવન.